Home> India
Advertisement
Prev
Next

VIDEO: પ્રિયંકા ગાંધીએ કર્યું કંઈક એવું કે ભાજપના કાર્યકરો જોતા જ રહી ગયા....!

પ્રિયંકા ગાંધી ઈન્દોરમાં ચૂંટણી પ્રવાસે ગયા હતા, અહીં તેમનો કાફલો પસાર થાય ત્યારે મોદી-મોદીના નારા લગાવવા માટે રસ્તામાં ઊભા હતા, પરંતુ પ્રિયંકા ગાંધીએ આગળ રસ્તામાં ઊભેલા કોંગ્રેસના કાર્યકર્તાઓ પાસે જ કાફલો થંભાવી દીધો અને નીચે ઉતરીને તેમને મળવા લાગ્યા હતા 

VIDEO: પ્રિયંકા ગાંધીએ કર્યું કંઈક એવું કે ભાજપના કાર્યકરો જોતા જ રહી ગયા....!

ઇન્દોરઃ લોકસભા ચૂંટણી 2019ના અંતિમ તબક્કામાં પ્રચાર માટે પ્રિયંકા ગાંધી વાડ્રા મંગળવારે ઈન્દોર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમને કાફલો પસાર થઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં ભાજપના કેટલાક સમર્થક 'મોદી-મોદી'ના નારા લગાવા માટે રસ્તામાં ઊભા હતા અને પોતાનો મોબાઈલ કેમેરા પણ ઓન રાખ્યો હતો.એ જ સમયે પ્રિયંકાનો કાફલો પસાર થવાનું શરૂ થયું. 

fallbacks

જોકે, ભાજપના કાર્યકર્તાઓ જ્યાં ઉભા હતા તેનાથી થોડા આગળ કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ પોતાના નેતાનું અભિવાદન કરવા રસ્તામાં ઊભા હતા. પ્રિયંકા ગાંધીએ પોતાનો કાફલો કોંગ્રેસના કાર્યકર્તા જ્યાં ઊભા હતા ત્યાં અટકાવી દીધો. તેઓ દોડતા-દોડતા કારમાંથી નીચે ઉતર્યા અને સીધા જ તેમને મળવા પહોંચી ગયા. બધાની સાથે હાથ મિલાવ્યા અને પછી પોતાની ગાડીમાં બેસીને આગળ રવાના થયા. 

આથી વીડિયો ઉતારી રહેલા ભાજપના કાર્યકરોએ તરત જ 'મોદી-મોદી'ના નારા લગાવાનું શરૂ કરી દીધું. પ્રિયંકાની કાર જેવી ભાજપના કાર્યકર્તા જ્યાં ઊભા હતા ત્યાં પહોંચી તો અહીં તેમણે ફરી પોતાનો કાફલો રોકાવી દીધો. તેઓ કારમાંથી નીચે ઉતર્યા અને ભાજપના કાર્યકરો સાથે પણ હાથ મિલાવ્યા અને કહ્યું કે, "તમે તમારી જગ્યાએ, હું મારી જગ્યાએ... ઓલ ધ બેસ્ટ." પ્રિયંકાને પોતાની સામે આવતા જોઈને જ ભાજપના કાર્યકરો ચકિત રહી ગયા હતા. આ વીડિયોમાં જે પ્રમાણે દેખાય છે તે મુજબ પ્રિયંકાના ગયા પછી ભાજપના સમર્થકો એવું બોલતા સંભળાઈ રહ્યા છે કે, આપણે પણ મોદીજીની ગાડીને રોકવાની જરૂર હતી. 

પ્રિયંકા ગાંધીએ કેમ કહ્યું 'તમે તમારી જગ્યાએ ,હું મારી જગ્યાએ', જુઓ વીડિયો....

પ્રિયંકાએ સંભળાવી કટાક્ષવાળી કવિતા
બાલાકોટ હુમલા દરમિયાન વાદળ છવાયેલા રહેવા અંગે વડાપ્રધાન મોદીના દાવાને ચૂંટણી નિશાન પર લેતાં કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકાએ સોમવારે કાવ્યાત્મક કટાક્ષ પણ કર્યો હતો. પ્રિયંકાએ કહ્યું કે, મોદીના રાજકારણનું સત્ય બહાર આવી ગયા પછી 'તેઓ જનતાના રડારમાં આવી ગયા છે'.  ઈન્દોરમાં રોડશોના સમાપન પછી રાજબાડા ચાર રસ્તા ખાતે પોતાના રથમાંથી પ્રિયંકાએ કહ્યું કે, "જુમલા હી રહા પાંચ સાલ કી સરકાર મેં, સોચા થા ક્લાઉડી હૈ મોસમ, નહીં આઉઁગા રડાર મેં."

ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ શનિવારે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, "તેમણે ખરાબ હવામાન છતાં પણ પાકિસ્તાનના બાલાકોટમાં આતંકી શિબિરો પર ભારતીય વાયુસેનાના મિશનને મંજૂરી આપી હતી. " વિશેષજ્ઞોની સલાહની તદ્દન વિરુદ્ધમાં આ નિર્ણય હતો, કેમ કે તેમનું (પીએમ મોદી) માનવું હતું કે, વાદળ છવાયેલા રહેવાને કારણે ભારતીય યુદ્ધ વિમાન પાકિસ્તાની રડારના દાયરામાં નહીં આવે. 

લોકસભા ચૂંટણી 2019ના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More