નવી દિલ્હી: ગાઝિયાબાદમાં રોડરેજનો એક કેસ સામે આવ્યો છે. ઈન્દિરાપુરમમાં કાર ચાલકની દબંગાઈ તો જુઓ... એક વ્યક્તિને પોતાની કારના બોનેટ પર લટકતો રાખીને બે કિમી સુધી કાર ભગાડી. આ આખી ઘટનાનો વીડિયો ત્યાં હાજર વાહનચાલકોએ પોતાના મોબાઈલમાં ઉતારી લીધો. હાલ આ વીડિયો વાઈરલ થઈ ગયો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકા છેકે બોનેટ પર લટકેલો આ વ્યક્તિ પોતાનો જીવ બચાવવા માટે બચાવો બચાવોની બૂમો પાડી રહ્યો છે. પોલીસે આ મામલે એફઆઈઆર દાખલ કરીને કાર્યવાહી કરી હોવાનો દાવો કરી રહી છે.
ભોગ બનેલી વ્યક્તિએ જણાવ્યું કે આ કારે પહેલા તેને ટક્કર મારી. ત્યારબાદ બચવા માટે તે કૂદીને કારના બોનેટ પર જઈને પડ્યો. પછી કાર ચાલકે પૂરપાટ ઝડપે કારને લગભગ 2 કિમી સુધી દોડાવી. આ દરમિયાન કાર ચાલકે ચાલુ કારને કેટલાક ઝટકા પણ લગાવ્યા. જેથી કરીને તે વ્યક્તિ ત્યાં પડી જાય. પરંતુ તેણે મજબુતાઈથી કાર પકડી હતી આથી તે બચી ગયો.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે