નવી દિલ્હી : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી અને આનંદ પિરામલના લગ્ન પહેલા ઉદયપુરમાં સંગીત સેરેમની યોજાઈ રહી છે. રવિવારે ઈશા અંબાણીની ભવ્ય સંગીત સેરેમની યોજાઈ હતી. આ સમારોહમાં બોલિવુડના તમામ દિગ્ગજ સ્ટાર્સ સામેલ થયા હતા. જેમાં આમિર ખાન તેની પત્ની કિરણ રાવ, કૈટરીના કૈફ, આલિયા ભટ્ટ, અભિષેક બચ્ચન, જયા બચ્ચન, ઐશ્વર્યા રાય, કરણ જોહર, સલમાન ખાન, પરિણીતી ચોપરા, અનિલ કપૂર તેની પત્ની સુનીતા, બોની કપૂર, જ્હાન્વી કપૂર અને ખુશી કપૂર, સિદ્ધાર્થ રોય કપૂર અને પત્ની વિદ્યા બાલન, જોન અબ્રાહમ અને પત્ની પ્રિયા રુંચલ, રોની સ્ક્રુવાલા અને પત્ની જરીન, કરિશ્મા કપૂર, વરુણ ધવન વગેરે સામેલ થયા છે.
WATCH: @BeingSalmanKhan matches steps with #AnantAmbani at #IshaAmbaniSangeet on #KoiMilGaya song..
.
.
.#IshaAmbaniWedding #IshaAmbaniPreWedding #AnandPiramal #AmbaniWedding pic.twitter.com/wd6ATcTKLJ— dna After Hrs (@dnaAfterHrs) December 9, 2018
વાયરલ થયો વીડિયો
ઈશાની સંગીત સેરેમનીમાં સલમાન ખાન, શાહરૂખ ખાન, આમિર ખાન, કૈટરીના કૈફ, ઐશ્વર્યા રાય બચ્ચન સહિત અનેક સ્ટાર્સે પરફોર્મ કર્યું હતું. આ સેરેમનીનો એક વીડિયો વાઈરલ થયો છે, જેમાં સલમાન ખાન મુકેશ અંબાણીનો દીકરો અનંત અંબાણીની સાથે ડાન્સ કરતો નજર આવી રહ્યો છે. આ વીડિયો સલમાન ખાનને કારણે વાઈરલ થઈ રહ્યો છે. કારણ કે તેમાં તે અનંત અંબાણીની પાછળ બેકગ્રાઉન્ડ ડાન્સર બન્યો છે. અનંત શાહરૂખનું કુછ કુછ હોતા ફિલ્મનું ગીત કોઈ મિલ ગયા પર પરફોર્મ કર્યુ હતું.
ઉલ્લેખનીય છે કે, ઈશા અને આનંદ અંબાણીના 12 ડિસેમ્બરના રોજ લગ્ન યોજાવાના છે. તેઓ મુંબઈમાં આવેલ અંબાણી હાઉસમાં લગ્નથી જોડાશે. આ પહેલા ઉદયપુરમાં અનેક કાર્યક્રમો આયોજિત કરાયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે