મુંબઇ : જમ્મુ કાશ્મીરનાં પુલવામાં ગુરૂવારે સીઆરપીએફનાં કાફલા પર થયેલા આતંકવાદી હૂમલામાં 40 જવાન શહીદ થઇ ગયા છે. સમગ્ર દેશ-દુનિયામાં આ આતંકવાદી હૂમલાની નિંદા થઇ રહી છે. બોલિવુડથી માંડીને રમત જગતે તેની નિંદા કરી છે. બોલિવુડ સિંગર સોનુ નિગમે હૂમલાની નિંદા કરતા સેક્યુલર લોકો વ્યંગ કર્યો છે.
Live: દિલ્હી પહોંચ્યા શહીદોના શબ, રાજનાથ અને રાહુલ ગાંધીએ શ્રદ્ધાંજલી અર્પી
સોનુ નિગમે કહ્યું કે, આજકાલ આ લેફટેસ્ટ નેતા પુલવામાંમાં શહીદ થયેલા જવાનો અંગે પર દુખ મનાવી રહ્યા છે. ભારત તારા ટુકડા થશે.... અફઝલ અમે શર્મિંદા છીએ.... તમે આવા નારા ફરીથી લગાવો... દેશ પ્રત્યે રાષ્ટ્રવાદી હોવું કે દેશ પ્રત્યે દુખી થવાનું કામ ભાજપ અને આરએસએસ જેવી સંસ્થાઓ પર છોડી દો. સોનુ નિગમે વ્યંગાત્મક લઢણમાં કહ્યું કે, તમે દુખી ન થશો. સીઆરપીએફનાં જ તો લોકો હતા. નમસ્તે પણ નથી કહેવાનું તમારે માત્ર લાલ સલામ બોલવાનું છે.
સોનુ નિગમના કટાક્ષમાં બોલિવુડની તે હસ્તીઓ પર પણ નિશાન સાધ્યું જે તમામ મુદ્દાઓ પર માનવાધિકારની વાતો કરતા રહે છે. સોનુ નિગમે આવા માનવતાવાદીઓની પણ આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. સૈનિકોનો કોઇ જ માનવ અધિકાર નહી હોવાનું કહીને તેમના પર પણ વ્યંગ કર્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે