Home> India
Advertisement
Prev
Next

ભારતીય ટીમ હાર્યા બાદ કાશ્મીરમાં દેશદ્રોહીઓની ઉજવણી, પાક. ઝીંદાબાદના નારા લાગ્યા

આ દરમિયાન ભારત વિરોધી અને આઝાદી માટેનાં નારાઓ પણ લાગ્યા હતા, અનેક અલગતાવાદીઓએ ઉજવણીના વીડિયો ટ્વીટર પર અપલોડ પણ કર્યા

ભારતીય ટીમ હાર્યા બાદ કાશ્મીરમાં દેશદ્રોહીઓની ઉજવણી, પાક. ઝીંદાબાદના નારા લાગ્યા

શ્રીનગર : ICC વર્લ્ડ કપ 2019ની સેમીફાઇનલમાં ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડ સામે મળેલા પરાજય અંગે જમ્મુ કાશ્મીરના વિસ્તારોમાં ઉજવણી કરવામાં આવી. કાશ્મીર ખીણમાં અનેક લોકો (જેમાં મોટા ભાગના યુવાનો હતા) એ શ્રીનગર સહિત પુલવામા, અનંતનાગ, શોપિયાના અનેક વિસ્તારોમાં રસ્તા પર ફટાકડા ફોટ્યા અને ભારત વિરોધી નારેબાજી પણ કરી હતી. આ ઘટનાના વીડિયો અને તસ્વીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે. અનેક ટ્વીટર હેન્ડલ પર આ વીડિયો જોવા મળી રહ્યા છે. મળતી માહિતી અનુસાર શ્રીનગરનાં નૌહાટા, રાજિયા કદલ, નવા કદલ, સૌરા અને રમબહગ સહિત દક્ષિણી કાશ્મીરના અનેક વિસ્તારો ખાસ કરીને પુલવામાં ચોકમાં ભારતના પરાજયની ઉજવણી કરતા કેટલાક લોકો જોવા મળ્યા હતા. 
જ્યારે PM મોદીએ યુવા સાંસદોને પૂછ્યુ, તમે રાજકારણ ઉપરાંત કયા કાર્ય કરો છો?
આ દરમિયાન ભારત વિરોધી અને આઝાદીનાં નારાઓ પણ લાગ્યા હતા. અનેક અલગતાવાદીઓએ ભારતના પરાજયની ઉજવણીના વીડિયો ટ્વીટરપર અપલોડ પણ કર્યા. અનેક સ્થળો પર ઉજવણી મનાવી રહેલા લોકો અને સુરક્ષાદળો વચ્ચે ઘર્ષણ પણ થયું, જ્યારે તેમને ખદેડવાના પ્રયાસો કરવામાં આવ્યા તો પથ્થરમારો કર્યો હતો. જવાબમાં સુરક્ષાદળોએ ટીયરગેસના શેલ છોડ્યા હતા. 

fallbacks

ખેડૂતોને દિલ્હી સરકાર દર વર્ષે આપશે 77000 રૂપિયા, જાણો કેમ?

કર્ણાટક સંકટ Live: SCનો આદેશ બાદ મુંબઇથી બેંગલુરુ રવાના થયા 10 MLA, સ્પીકરને મળશે
પોલીસે આ ઘટનાનું સંજ્ઞાન લેતા કેસ પણ દાખલ કર્યો છે. સીસીટીવી ફુટેજનાં આધારે હોબાળો કરનારા અરાજક તત્વો અને ઉઝવણી કરનારા લોકોની તપાસની કામગીરી પણ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, બુધવારે વર્લ્ડકપ સેમીફાઇનલમાં ન્યુઝીલેન્ડે ભારતને 18 રનથી પરાજીત કર્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More