Home> India
Advertisement
Prev
Next

લોન ફ્રોડ કેસ: ચંદા કોચર બાદ હવે Videocon ના માલિક વેણુગોપાલ ધૂતની થઈ ધરપકડ

બેંક લોન ફ્રોડ કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સી (CBI) એ મોટી કાર્યવાહી હાથ ધરી છે. CBI એ આ કેસમાં વીડિયોકોનના માલિક વેણુગોપાલ ધૂતની ધરપકડ કરી છે. આ અગાઉ સીબીઆઈએ આ કેસમાં ICICI બેંકના પૂર્વ એમડી ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરની ધરપકડ કરી હતી. 

લોન ફ્રોડ કેસ: ચંદા કોચર બાદ હવે Videocon ના માલિક વેણુગોપાલ ધૂતની થઈ ધરપકડ

બેંક લોન ફ્રોડ કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સી (CBI) એ મોટી કાર્યવાહી હાથ ધરી છે. CBI એ આ કેસમાં વીડિયોકોનના માલિક વેણુગોપાલ ધૂતની ધરપકડ કરી છે. આ અગાઉ સીબીઆઈએ આ કેસમાં ICICI બેંકના પૂર્વ એમડી ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરની ધરપકડ કરી હતી. 

fallbacks

એવો આરોપ છે કે જ્યારે ચંદા કોચર ICICI બેંકની કમાન સંભાળી રહ્યા હતા ત્યારે તેમણે વીડિયોકોન ગ્રુપને લન આપી હતી. તેના બદલામાં ચંદાના પતિ દીપક કોચરની કંપની ન્યૂ રિન્યુએબલને વીડિયોકોનમાંથી રોકાણ મળ્યું હતું. વીડિયોકોન ગ્રુપને 3250 કરોડની બેંક લોન આપવાના કેસમાં સીબીઆઈએ ગત અઠવાડિયે ICICI બેંકના પૂર્વ એમડી અને સીઈઓ ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરની ધરપકડ કરી હતી. ત્યારબાદ બંનેને મુંબઈની વિશેષ કોર્ટે 3 દિવસની સીબીઆઈ કસ્ટડીમાં મોકલી દીધા. 

શું છે આ મામલો?
2012માં વીડિયોકોન ગ્રુપને ICICI દ્વારા બેંક લોન આપવામાં આવી હતી. જે બાદમાં એનપીએ થઈ ગઈ અન ેપછી તેને 'બેંક ફ્રોડ' ગણવામાં આવ્યું. સપ્ટેમ્બર 2020માં ઈડીએ દીપક કોચરની ધરપકડ કરી હતી. વાત જાણે એમ છે કે 2012માં ચંદા કોચરના નેતૃત્વમાં ICICI બેંકે વીડિયોકોન ગ્રુપને 3250 કરોડની લોન આપી હતી. છ મહિના બાદ વેણુગોપાલ ધૂતના સ્વામિત્વવાળી મેસર્સ સુપ્રીમ એનર્જીએ મેસર્સ ન્યૂપાવર રિન્યુએબલ્સને 64 કરોડની લોન આપી હતી જેમાં દીપક કોચરની 50 ટકાની ભાગીદારી છે. 

આ વીડિયો પણ ખાસ જુઓ...

ICICI બેંક અને વીડિયોકોનના શેર હોલ્ડર અરવિંદ ગુપ્તાએ પ્રધાનમંત્રી, રિઝર્વ બેંક અને સેબીને એક પત્ર લખીને વીડિયોકોનના અધ્યક્ષ વેણુગોપાલ ધૂત અને ICICI ના સીઈઓ તથા એમડી ચંદા કોચર પર એકબીજાને લાભ પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો. જેમાં દાવો છે કે ધૂતની કંપની વીડિયોકોનને ICICI બેંકથી 3250 કરોડ રૂપિયાની લોન આપવામાં આવી અને તેના બદલામાં ધૂતે ચંદા કોચરના પતિ દીપક કોચરની વૈક્લિપક ઉર્જાની કંપની 'નૂ પાવર'માં પોતાના પૈસાનું રોકાણ કર્યું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More