Home> India
Advertisement
Prev
Next

Vijay Diwas પર PM Modi એ શહીદોને આપી શ્રદ્ધાંજલિ, વિજય જ્યોતિ યાત્રા કરી રવાના

વર્ષ 1971માં થયેલા ભારત પાકિસ્તાન યુદ્ધના 50 વર્ષ પૂરા થવાના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીથી 'વિજય જ્યોતિ યાત્રા' રવાના કરી. ચાર વિજય મશાલ એક વર્ષ સુધી સમગ્ર દેશના છાવણી વિસ્તારોમાં ભ્રમણ કરશે અને યાત્રા આગામી વર્ષે નવી દિલ્હીમાં પૂરી થશે. તે પહેલા તેમણે નેશનલ વોર મેમોરિયલ પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી. 

Vijay Diwas પર PM Modi એ શહીદોને આપી શ્રદ્ધાંજલિ, વિજય જ્યોતિ યાત્રા કરી રવાના

નવી દિલ્હી: વર્ષ 1971માં થયેલા ભારત પાકિસ્તાન યુદ્ધના 50 વર્ષ પૂરા થવાના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીથી 'વિજય જ્યોતિ યાત્રા' રવાના કરી. ચાર વિજય મશાલ એક વર્ષ સુધી સમગ્ર દેશના છાવણી વિસ્તારોમાં ભ્રમણ કરશે અને યાત્રા આગામી વર્ષે નવી દિલ્હીમાં પૂરી થશે. તે પહેલા તેમણે નેશનલ વોર મેમોરિયલ પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી. 

fallbacks

પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિજય દિવસના અવસરે દિલ્હીમાં નેશનલ વોર મેમોરિયલ પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી. આ દરમિયાન રક્ષામંત્રી રાજનાથ સિંહ, સીડીએસ બિપિન રાવત અને ત્રણેય સેના પ્રમુખ હાજર રહ્યા. 

દેશના વિવિધ ભાગોમાં જશે મશાલ
રક્ષા મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું કે પીએમ મોદી ચાર વિજય મશાલને રાષ્ટ્રીય સમર સ્મારક પર સતત પ્રજ્વલિત રહેતી જ્યોતિથી પ્રજ્વલિત કરશે અને ત્યારબાદ તેને રવાના કરશે. વિજય મશાલને 1971ના યુદ્ધના પરમવીર ચક્ર અને મહાવીર ચક્ર વિજેતાઓના ગામ સહિત દેશના વિવિધ ભાગોમાં લઈ જવાશે. આ સાથે જ પરમવીર ચક્ર અને મહાવીર ચક્ર વિજેતાઓના ગામની સાથે સાથે 1971ના યુદ્ધ સ્થળોની માટીને નવી દિલ્હીના રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક લાવવામાં આવશે. 

કેમ મનાવવામાં આવે છે વિજય દિવસ
વર્ષ1971ના યુદ્ધમાં પાકિસ્તાન પર ભારતને મળેલી જીત બદલ 16 ડિસેમ્બરના દિવસને વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ યુદ્ધના અંત બાદ 93000 પાકિસ્તાની સૈનિકોએ આત્મસમર્પણ કર્યું હતું. પૂર્વ પાકિસ્તાનમાં સ્વતંત્રતા માટે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે 3 ડિસેમ્બર 1971ના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું. 13 દિવસ બાદ એટલે કે 16 ડિસેમ્બરે પાકિસ્તાની સેનાએ બિનશરતી આત્મસમર્પણ કર્યું હતું ્ને બાંગ્લાદેશ એક અલગ દેશ બની ગયો. 

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More