Home> India
Advertisement
Prev
Next

ઘટનાની બરાબર 54 મિનિટ પહેલા વિકાસ દુબેએ પોલીસકર્મીને આપી હતી ધમકી,- લાશો ઢાળી દઈશ

ત્રણ રાજ્યોની પોલીસ કાનપુર એનકાઉન્ટરના માસ્ટરમાઈન્ડ વિકાસ દુબેને શોધી રહી છે પરંતુ 100 કલાકથી વધુ સમય વિત્યો હોવા છતાં 8 પોલીસકર્મીને શહીદ કરી નાખનારા ગેંગસ્ટર વિકાસ દુબેને હજુ કોઈ પત્તો નથી. સવાલ એ છે કે વિકાસ દુબે કોની શરણમાં બેઠો છે? વિકાસ દુબેની ધાકનો અંદાજો એ વાતથી લગાવી શકાય કે વિકાસ દુબેએ વારદાતના લગભગ એક કલાક પહેલા પોલીસ સ્ટેશનના એક સિપાઈને ફોન કરીને પોલીસકર્મીઓને મારી નાખવાની ધમકી આપી હતી અને તે ધમકી તેણે હકીકતમાં પણ ફેરવી દીધી. 

ઘટનાની બરાબર 54 મિનિટ પહેલા વિકાસ દુબેએ પોલીસકર્મીને આપી હતી ધમકી,- લાશો ઢાળી દઈશ

કાનપુર: ત્રણ રાજ્યોની પોલીસ કાનપુર એનકાઉન્ટરના માસ્ટરમાઈન્ડ વિકાસ દુબેને શોધી રહી છે પરંતુ 100 કલાકથી વધુ સમય વિત્યો હોવા છતાં 8 પોલીસકર્મીને શહીદ કરી નાખનારા ગેંગસ્ટર વિકાસ દુબેને હજુ કોઈ પત્તો નથી. સવાલ એ છે કે વિકાસ દુબે કોની શરણમાં બેઠો છે? વિકાસ દુબેની ધાકનો અંદાજો એ વાતથી લગાવી શકાય કે વિકાસ દુબેએ વારદાતના લગભગ એક કલાક પહેલા પોલીસ સ્ટેશનના એક સિપાઈને ફોન કરીને પોલીસકર્મીઓને મારી નાખવાની ધમકી આપી હતી અને તે ધમકી તેણે હકીકતમાં પણ ફેરવી દીધી. 

fallbacks

વાયરલ VIDEO: વિકાસ દુબેનું રાજકીય કનેક્શન, ભાજપના MLAએ આરોપો ફગાવ્યાં

100 કલાકથી ફરાર વિકાસ દુબે અંગે થયો મોટો ખુલાસો
સૂત્રોના જણાવ્યાં મુજબ વારદાતથી લગભગ 54 મિનિટ પહેલા 12 વાગ્યેને 11 મિનિટ પર વિકાસ દુબેએ ચૌબેપુર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ રાજીવ ચૌધરીને ફોન કર્યો હતો અને ગાળો આપીને પોલીસકર્મીઓની લાશો ઢાળી દેવાની ધમકી આપી હતી. પરંતુ સિપાઈએ આ વાત અધિકારીઓને જણાવી નહીં. તપાસ દરમિયાન સિપાઈના ફોનથી વિકાસનું રેકોર્ડિંગ પોલીસને હાથ લાગ્યુ છે. સિપાઈ રાજીવને આ બદલ સસ્પેન્ડ કરાયો છે. 

કાનપુર અથડામણ: હવે ચૌબેપુર પોલીસ સ્ટેશનના 3 પોલીસકર્મી સસ્પેન્ડ, 115 પર શંકાની સોય

અત્રે જણાવવાનું કાનપુરમાં ઘટેલી આ ઘટનાને લઈને પોલીસે 3 વધુ લોકોની ધરપકડ કરી છે. સુરેશ વર્મા ઉપરાંત વિકાસના ઘરમાં રહેતી નોકરાણી રેખા અને ક્ષમાની પણ પૂછપરછ થઈ રહી છે. વિકાસ દુબે અને તેના સાથીઓની શોધ ચાલુ છે. 

જુઓ LIVE TV

કાનપુર હત્યા મામલે પોલીસ લાઈનથી 10 સિપાઈઓને ચૌબેપુર પોલીસ સ્ટેશનમાં તૈનાત કરાયા છે. ચૌબેપુર પોલીસ સ્ટેશનમાં પહેલેથી તૈનાત પોલીસકર્મીઓ શકના દાયરામાં છે. વિકાસ દુબે માટે ખબરીનું કામ કરવાના શકમાં તેમની સતત પૂછપરછ ચાલુ છે. આવામાં પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મીઓની અછતને પૂરી કરવા માટે નવા પોલીસકર્મીઓ લાવવામાં આવ્યાં છે. 

લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More