Home> India
Advertisement
Prev
Next

ખુબ જ વિચિત્ર છે આ ગામનું નામ, શરમથી લાલચોળ થઈ જાય છે ગ્રામજનો, કરી 'આ' માગણી

લોકો હંમેશા કહેતા હોય છે કે નામમાં શું રાખ્યું છે પરંતુ રાજસ્થાનના ધૌલપુર જિલ્લાના એક ગામના લોકો માટે ગામનું નામ જ મુસીબત બન્યું છે. આ ગામના નામથી લોકોને શરમ આવે છે અને હવે ગ્રામીણોએ સ્થાનિક ધારાસભ્યને પણ આ અંગે રજુઆત કરી છે અને નામ બદલવાની ગુહાર લગાવી છે. તેમણે કેટલાક નામ  પણ સૂચવ્યા છે જેમાં સજ્જનપુરા નામ સામેલ છે. જેનો અર્થ વર્તમાન નામથી બિલકુલ ઉલ્ટો થાય છે. 

ખુબ જ વિચિત્ર છે આ ગામનું નામ, શરમથી લાલચોળ થઈ જાય છે ગ્રામજનો, કરી 'આ' માગણી

જયપુર: લોકો હંમેશા કહેતા હોય છે કે નામમાં શું રાખ્યું છે પરંતુ રાજસ્થાનના ધૌલપુર જિલ્લાના એક ગામના લોકો માટે ગામનું નામ જ મુસીબત બન્યું છે. આ ગામના નામથી લોકોને શરમ આવે છે અને હવે ગ્રામીણોએ સ્થાનિક ધારાસભ્યને પોતાના ગામના નામ 'ચોરપુર'ને બદલવા માટે ગુહાર લગાવી છે અને નામ બદલવાની ગુહાર લગાવી છે. તેમણે કેટલાક નામ  પણ સૂચવ્યા છે જેમાં સજ્જનપુરા નામ સામેલ છે. જેનો અર્થ વર્તમાન નામથી બિલકુલ ઉલ્ટો થાય છે. 

fallbacks

ગ્રામીણોનો એવો દાવો છે કે ખરાબ નામ તેમના માટે શરમિંદગીનું કારણ જ નહીં પરંતુ તેમના બાળકોના લગ્ન માટે પણ મુસીબત બન્યું છે. તેમના લગ્નો થતા અટકી જાય છે. સ્થાનિક કોંગ્રેસ ધારાસભ્ય ખિલાડીલાલ બેરવાએ કહ્યું કે જનસુનવણી દરમિયાન થોડા દિવસ પહેલા ગ્રામીણોનું એક પ્રતિનિધિમંડળ ગામનું નામ બદલવાની અરજી લઈને તેમને મળ્યું હતું. તે લોકો  ગામના નામથી શરમ અનુભવી રહ્યાં હતાં. 

જુઓ LIVE TV

તેમણે કહ્યું કે મેં આ અરજી બસેરી બ્લોકના એસડીઓને મોકલી છે. તેમના ક્ષેત્રાધિકાર હેઠળ આ ગામ આવે છે. મેં તેમને ગ્રામીણોની માગણી પર સહાનુભૂતિ રાખીને વિચાર કરવા કહ્યું છે. ધારાસભ્યે કહ્યું કે આ નાનકડા ગામમાં 100 પરિવાર છે અને મોટાભાગના કુશવાહા સમુદાય સાથે સંબંધ ધરાવે છે. તેમનું કહેવું છે કે તેમના ગામના નામના કારણે બીજા ગામના લોકો તેમને ખરાબ નજરે જુએ છે. 

આ બાજુ ગ્રામીણોએ કહ્યું કે ગામના નામના કારણે તેમના બાળકોના લગ્ન માટે સારા પ્રસ્તાવો આવતા નથી. ધારાસભ્ય બૈરવાએ કહ્યું કે મને આ વાતની જાણકારી નથી કે આ ગામને આ નામ કેવી રીતે મળ્યું. પરંતુ હવે ગ્રામીણો ઉગ્ર રીતે માગણી કરી રહ્યાં છે કે આ ગામનું નામ બદલાવું જોઈએ. આ ગામ મમોદન ગ્રામ પંચાયત હેઠળ આવે છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More