Home> India
Advertisement
Prev
Next

નાગપંચમીના દિવસે આ વ્યક્તિના શરીરમાં પ્રવેશે છે 'ભૈંસાસુર', ભોજનના બદલે ખાય છે ઘાસ

બુધીરામે દાવો કર્યો કે દર ત્રીજા વર્ષે નાગ પંચમીના દિવસે તેમના શરીરમાં ભૈંસાસુર પ્રવેશ કરે છે. જોકે બાકીના દિવસ સામાન્ય રહે છે. 3 વર્ષમાં ફક્ત 1 દિવસ એવો હોય છે જ્યારે તે કોઇ ભેંસની માફકની માફક વ્યવહાર કરે છે. 

નાગપંચમીના દિવસે આ વ્યક્તિના શરીરમાં પ્રવેશે છે 'ભૈંસાસુર', ભોજનના બદલે ખાય છે ઘાસ

Bhaisasur Viral Video: આમ તો તમે સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો જોયા હશે પરંતુ ઉત્તર પ્રદેશના મહારાજગંજથી સામે આવેલા આ મામલા વિશે જાણીને તમને આશ્વર્ય થશે. જોકે અહીં એક વ્યક્તિએ દાવો કર્યો છે કે દર ત્રીજા વર્ષે નાગ પંચમી પર તેના શરીરમાં ભૈંસાસુર પ્રવેશ કરી જાય છે અને ત્યારે તે કોઇ ભેંસની માફક ઘાસ ખાવા લાગે છે. કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે વ્યક્તિ ભૈંસાસુર બનીને ઘાસ ખાવા લાગે છે તો મોટી સંખ્યામાં લોકો તેની પાસે આવે છે અને તેના આર્શિવાદ લે છે. આ વાયરલ વીડિયોની સચ્ચાઇ જણીને તમે પણ આશ્વર્ય પામશો. 

fallbacks

40 વર્ષથી આવે છે ભૈંસાસુરની સવારી!
જોકે મોટાભાગના લોકો તેન અંધવિશ્વાસ કહી રહ્યા છે. દર ત્રીજી નાગ પંચમી પર ભૈંસાસુર બનવાનો દાવો કરનાર આ વ્યક્તિનું નામ બુધીરામ છે. તે રોડવેઝમાં કામ કરતો હતો અને હવે નિવૃત થઇ ચૂક્યો છે. બુધીરામે જણાવ્યું કે તેના શરીરમાં ભૈંસાસુર પ્રવેશ કરવાની ઘટના ગત 40 વર્ષથી વધુ સમયથી થઇ રહી છે. 

વ્યક્તિ નાગ પંચમીના દિવસે કરે છે આ કામ
તમને જણાવી દઇએ કે નાગ પંચમીના દિવસે તે પોતાના ઘરની બહાર બનેલા માતાના મંદિરમાં બેસી જાય છે. પછી લોકો ફૂલ માળા ચઢાવીને તેમનું સન્માન કરે છે. ત્યારબાદ તે કોઇ ભેંસની માફક ઘાસ ખાવા લાગે છે જેને જોઇને તમને તમારી આંખો પર વિશ્વાસ નહી થાય. 

નાગ પંચમી પર કરે છે પશુ જેવો વહેવાર
બુધીરામે દાવો કર્યો કે દર ત્રીજા વર્ષે નાગ પંચમીના દિવસે તેમના શરીરમાં ભૈંસાસુર પ્રવેશ કરે છે. જોકે બાકીના દિવસ સામાન્ય રહે છે. 3 વર્ષમાં ફક્ત 1 દિવસ એવો હોય છે જ્યારે તે કોઇ ભેંસની માફકની માફક વ્યવહાર કરે છે. 

સોશિયલ મીડિયા પર કેટલાક યૂઝર્સ તેને અંધવિશ્વાસ ગણાવી રહ્યા છે તો અન્ય યૂઝર્સ આ ઘટના વિશે જાણીને આશ્વર્ય ચકિત રહી ગયા છે. એક યૂઝરે લખ્યું કે તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. શું ખરેખર આવું થઇ શકે છે.?

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More