Home> India
Advertisement
Prev
Next

આખલો સ્કૂટી લઈને ભાગ્યો! વીડિયો જોઈ લોકો બોલ્યા- કોઈ જાનવર આવું કરી શકે?, જુઓ Viral Video

વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે એક આખલો ફરતો ફરતો સ્કૂટી પાસે પહોંચે છે અને પછી તેના પર ચડીને દોડાવા માંડે છે. આ વીડિયો જોઈને તમને વિશ્વાસ કરવો મુશ્કેલ થશે કે આવું પણ થઈ શકે. 

આખલો સ્કૂટી લઈને ભાગ્યો! વીડિયો જોઈ લોકો બોલ્યા- કોઈ જાનવર આવું કરી શકે?, જુઓ Viral Video

Bull steals scooty video: સોશિયલ મીડિયા પર હાલ એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે જોઈને વિશ્વાસ નહીં કરી શકો. વાત જાણે એમ છે કે આ વીડિયોમાં એક આખલો સ્કૂટી ચોરતો જોવા મળે છે. વીડિયો ઉત્તરાખંડના ઋષિકેશનો હોવાનું કહેવાય છે. આ સ્કૂટી ચોર આખલાની હરકત સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. હવે તેનું ફૂટેજ વાયરલ થઈ રહ્યું છે. યૂઝર્સ વીડિયો પર ભાત ભાતની કમેન્ટ કરી રહ્યા છે. 

fallbacks

શું છે વાયરલ વીડિયોમાં
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે રસ્તાની બાજુમાં એક સ્કૂટી પાર્ક કરેલું છે જ્યાં આખરો ફરતો ફરતો પહોંચે છે અને અચાનક તેના પર ચડીને તેને લઈને ભાગે છે. વાત જાણે એમ છે કે આખલો પોતાની મસ્તીમાં રસ્તા પર ઘૂમી રહ્યો હતો. અચાનક તેને શું સૂજ્યું કે તે સ્કૂટી પર સવાર થઈ ગયો અને તેને ધક્કો મારતો મારતો ગલીના એક છેડેથી બીજા છેડે લઈ ગયો. મજેદાર વાત એ છે કે આ સ્કૂટી ન તો પડ્યું કે ન તો વાંકુ થયું. પરંતુ સીધુ ચાલતું રહ્યું. એ જ રીતે જે રીતે કોઈ માણસ ચલાવતું હોય. આ વીડિયોમાં આખલો તો જાણે એવી રીતે ચલાવતો જોવા મળે છે જાણે કોઈ સારો ડ્રાઈવર ચલાવતો હોય. આખલાની આ હરકત સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. જેણે પણ આ વીડિયો જોયો તે હસી હસીને બેવડા વળી ગયા. 

જુઓ વાયરલ વીડિયો...

શું કહે છે યૂઝર્સ
આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયો છે અને આ વીડિયો જોયા બાદ યૂઝર્સના પણ ભાત ભાતના રિએક્શન આવી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે કળિયુગ છે કઈ પણ થઈ શકે છે. અન્ય એક યૂઝરે લખ્યું કે સાચે જ લઈને ભાગી ગયો. અન્ય એક યૂઝરે લખ્યું કે બિલકુલ સહી પકડે હૈ.... અન્ય એક યૂઝરે લખ્યું કે આજે તો આ આખલો પણ ફૂલ મૂડમાં લાગી રહ્યો છે. અન્ય એક યૂઝરે લખ્યું કે સાચે આવું થઈ શકે કે આખલો સ્કૂટી ચોરીને ભાગી જઈ શકે. 

 (Disclaimer: આ એક વાયરલ વીડિયો છે,  ZEE 24 કલાક તેની કોઈ પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More