લગ્નને નવા જીવનની શરૂઆત ગણવામાં આવે છે. લગ્ન બાદ સુહાગરાત એટલે કે લગ્નની પહેલી રાતનું પણ ખુબ મહત્વ હોય છે. આ દિવસે પતિ પત્ની એક બીજા સમક્ષ પોતાના મન ખુલ્લા કરે છે. દિલની વાતો શેર કરે છે એક બીજાને સમજવાની કોશિશ કરે છે. સોશિયલ મીડિયા પર હાલ એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે જેને જોઈને લોકો હસી હસીને લોથપોથ થઈ ગયા છે.
સુહાગરાતે પલંગ પર ચડીને ડાન્સ
વીડિયોમાં જોઈ શકાય છે કે નવપરિણીત કપલ પલંગ પર ચડીને ડાન્સ કરે છે. બંને પતિ પત્નીએ એકબીજા સાથે મજેદાર અને કોમિક અંદાઝમાં ડાન્સ કર્યો. તેઓ કોઈ સામાન્ય ડાન્સ નહતા કરી રહ્યા. પરંતુ એવા મૂવ્ઝ કર્યા કે જેણે જોયા તે દંગ રહી ગયા. દુલ્હા દુલ્હનનો આ ડાન્સ જોઈને એવું લાગે છે કે તેઓ લગ્નના બંધનમાં બંધાવવાની ખુશી ઉજવવા માટે પોતાની જ સ્ટાઈલમાં ડાન્સ કરી રહ્યા છે. જો કે આ સ્ટાઈલ જોઈને લોકો શરમથી પાણી પાણી થઈ ગયા.
વીડિયો જોઈ યૂઝર્સ કરી રહ્યા છે કમેન્ટ
આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર _official_abhi_96 નામના એકાઉન્ટથી પોસ્ટ કરાયો છે. જેને અત્યાર સુધીમાં લાખો વખત જોવાયો છે. વીડિયો જોઈને લોકો એવી એવી કમેન્ટ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે આવા ડાન્સ જોઈને મારી તો શરમથી હાલત ખરાબ થઈ ગઈ. કેટલાકે લખ્યું કે લગ્ન બાદ જ્યારે બંને આટલા આરામથી અને હસી મજાકમાં હોય તો સંબંધ મજબૂત હોય છે. અનેક લોકો આ વીડિયો જોઈને પોતે પણ ખાસ પળોમાં મસ્તી કરવાની પ્રેરણા લેવા લાગ્યા. એક યૂઝરે લખ્યું સુહાગરાતે ડાન્સ? આ વીડિયો જોકે ક્યાંનો છે તેની કોઈ જાણકારી નથી. અનેક લોકો તેને AI વીડિયો પણ ગણાવી રહ્યા છે.
(Disclaimer: આ એક વાયરલ વીડિયો છે તેના વિશે ZEE 24 કલાક કોઈ જ પુષ્ટિ કરતું નથી. આ એક Prank Video પણ હોઈ શકે છે.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે