Home> India
Advertisement
Prev
Next

લોકડાઉનમાં ફરતા રોકી તો છોકરીએ પોલીસકર્મીના યુનિફોર્મને ચાટી લીધો જીભથી, Video વાયરલ 

કોરોનાને કારણે સમગ્ર દેશમાં લૉકડાઉન છે. પોલીસ પોતાનું કામ કરી રહી છે ત્યારે કોલકાતાનો એક વીડિયો વાયરલ બન્યો છે. અહીં પોલીસ લોકડાઉન વખતે ચેકિંગ કરી રહી હતી ત્યારે કેબમાં બહાર જઈ રહેલી એક યુવતીએ બહાર નીકળી અને સીધી જઈને પોલીસવાળાની વર્દી પર પોતાની જીભ ફેરવી દીધી.

લોકડાઉનમાં ફરતા રોકી તો છોકરીએ પોલીસકર્મીના યુનિફોર્મને ચાટી લીધો જીભથી, Video વાયરલ 

કોલકાતા : કોરોનાને કારણે સમગ્ર દેશમાં લૉકડાઉન છે. પોલીસ પોતાનું કામ કરી રહી છે ત્યારે કોલકાતાનો એક વીડિયો વાયરલ બન્યો છે. અહીં પોલીસ લોકડાઉન વખતે ચેકિંગ કરી રહી હતી ત્યારે કેબમાં બહાર જઈ રહેલી એક યુવતીએ બહાર નીકળી અને સીધી જઈને પોલીસવાળાની વર્દી પર પોતાની જીભ ફેરવી દીધી.

fallbacks

વીડિયો કોલકાતાના સૉલ્ટ એરિયાનો છે. મહિલા પોતાની કેબમાં જઈ રહી હતી ત્યારે પોલીસકર્મીઓએ કેબ રોકી લીધી. તે ડ્રાઈવરની પૂછપરછ કરી રહી હતી ત્યારે કેબમાં જઈ રહેલી યુવતીએ પોલીસનો યુનિફોર્મ જીભથી ચાટી લીધો હતો. આ રીતે યુવતીએ વિરોધ વ્યક્ત કરતા વીડિયો વાયરલ બન્યો છે અને લોકો યુવતીને ટ્રોલ કરી રહ્યા છે. 

ભારતમાં કોરોના વાયરસ ઝપાટાભેર આગળ વધી રહ્યો છે. ભારતમાં કોરોના વાયરસ (Coronavirus)થી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 694 પર પહોંચી ગઈ છે. આ વાયરસના કારણે અત્યાર સુધી 16 લોકોના જીવ ગયા છે. 45 લોકો એકદમ સ્વસ્થ થઈ ગયા છે. ભારતમાં ગત ગ24 કલાકમાં કોરોનાના નવા 88 કેસ સામે આવ્યા છે. સમગ્ર દુનિયામાં કોરોના વાયરસથી સંક્રમિત 22,295 લોકોના અત્યાર સુધી મોત નિપજ્યાં છે. તો બીજી તરફ, દેશની વાત કરીએ તો, મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓનો આંકડો વધીને 130 થઈ ગયો છે. તો દિલ્હીમાં આ સંખ્યા 37ની છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More