નવી દિલ્હી: દેશભરમાં કોરોના સંક્રમણના હાલાત જોતા તમામ રાજ્ય પોત પોતાની રીતે નિર્ણય લઈ રહ્યા છે. દિલ્હીમાં લોકડાઉનની જાહેરાત થતા જ લોકોમાં ચીજો સ્ટોક કરવાની જાણે હોડ જામી ગઈ હતી. આ બધા વચ્ચે દિલ્હીવાળા ડોલી આન્ટીનો વીડિયો ખુબ વાયરલ થયો હતો. જે કોરોનામાં દારૂ પીવાના ફાયદા ગણાવતા હતા. હવે તેમનો વધુ એક વીડિયો વાયરલ થયો છે.
'દારૂની દુકાનોથી બેડની સમસ્યા ઓછી થશે'
દિલ્હીની દારૂવાળી આન્ટીનો નવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વખતે તેમણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કોરોના અંગે જરૂરી સલાહ આપી છે. તેમણે દિલ્હી સરકારને અપીલ કરતા કહ્યું કે જો દુકાનો ખુલી ગઈ તો હોસ્પિટલોમાં બેડ ખાલી થઈ જશે અને દિલ્હી સરકારને આટલી મુશ્કેલી નહીં પડે. ઓક્સિજન સિલિન્ડરની પણ સમસ્યા દૂર થઈ જશે. જે પીનારા લોકો છે, તેમની અંદર દારૂ જશે તો કોરોના ભાગી જશે.
Delhi wali Dolly aunty is back 🤣 pic.twitter.com/GsHNXNDaaf
— varun goyal (@varunmaddy) April 25, 2021
Delhi wali Dolly aunty is back 🤣 pic.twitter.com/GsHNXNDaaf
— varun goyal (@varunmaddy) April 25, 2021
લોકડાઉનમાં ખતમ થઈ ગયો આન્ટીનો સ્ટોક
વીડિયોમાં આન્ટીએ વધુમાં જણાવ્યું કે તેમનો સ્ટોક ખતમ થઈ ગયો છે. આથી તેઓ સરકારને ગુહાર લગાવી રહ્યા છે. દિલ્હીમાં લોકડાઉન લગાવવાની જાહેરાત થતા જ લોકોની દારૂની દુકાનો પર ભીડ લાગવા માંડી હતી. બધા પોત પોતાના સ્ટોક માટે જુગાડ કરી રહ્યા હતા. તે વખતે ડોલી આન્ટીનો એક વીડિયો ખુબ વાયરલ થયો હતો. તેમણે કહ્યું હતું કે તેમને ઈન્જેક્શન કે દવાઓની જરૂર નથી. તેમને ફક્ત દારૂથી જ ફાયદો થશે.
Corona આઉટ ઓફ કંટ્રોલ, સંક્રમણ કાબૂમાં લેવા માટે દેશના 150 જિલ્લામાં કડક લોકડાઉન લગાવવાની તૈયારી
Corona Vaccine: Covishield અને Covaxin રસી કોણે ન લેવી જોઈએ? ફેક્ટશીટની ખાસ વાતો જાણો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે