Home> India
Advertisement
Prev
Next

Video: મોંઢામાં લાગી હતી Oxygen Pipe, Ventilator પર હતો વ્યક્તિ, છતાં મળસતો રહ્યો ગુટખા

સોશિયલ મીડિયા (Social Media) પર એક વ્યક્તિનો વીડિયો વાયરલ (Viral Video) થઇ રહ્યો છે, જેને વેંટિલેટર બેડ (Ventilator Bed) પર પડ્યા પડ્યા તમાકુ અને ખૈની (Tobacco) ની તલબ લાગી હતી. 

Video: મોંઢામાં લાગી હતી Oxygen Pipe, Ventilator પર હતો વ્યક્તિ, છતાં મળસતો રહ્યો ગુટખા

નવી દિલ્હી: હાલ દેશમાં કોરોના વાયરસના લીધે બગડતી સ્થિતિ (Coronavirus In India) ના લીધે લોકો ઓક્સિજન (Oxygen) અને હોસ્પિટલ બેડ (Hospital Bed) માટે લાઇન લગાવી રહ્યા છે. જેમને તેમાંથી એક પણ વસ્તુ મળી જાય છે, તે પોતાના એક-એક શ્વાસ માટે દુવા માંગે છે. પરંતુ સોશિયલ મીડિયા (Social Media) પર એક વ્યક્તિનો વીડિયો વાયરલ (Viral Video) થઇ રહ્યો છે, જેને વેંટિલેટર બેડ (Ventilator Bed) પર પડ્યા પડ્યા તમાકુ અને ખૈની (Tobacco) ની તલબ લાગી હતી. 

fallbacks

Gold and Silver Price: સોનાની સાથે ચાંદીના પણ વધ્યા ભાવ, જાણો આજની કિંમત

વાયરલ થયો વેંટિલેટર પર પડેલા વ્યક્તિનો વીડિયો
સોશિયલ મીડિયા (Social Media) પર કેટલાક એવા વીડિયો વાયરલ (Viral Video) થઇ જાય છે, જેને જોઇને તમારી આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે. હાલમાં આવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેને જોઇને કેટલાક લોકો હસી રહ્યા છે તો કેટલાક પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. આ વીડિયોમાં વેંટીલેટર (Ventilator) પર નાજુક હાલતમાં એક દર્દી પડ્યો છે. તેના મોંઢામાં ઓક્સિજન પાઇપ (Oxygen Pipe) લગાવેલી છે. પરંતુ તે પોતાના હાથ એ અંદાજમાં ઘસી રહ્યો છે, કે જાણે તંબાકૂ-ખૈની અથવા ગુટકા (Gutka) બનાવે છે. 

યાત્રીગણ ધ્યાન દે! રેલવેએ કેટલીક ટ્રેનો રદ કરી, તો કેટલીક ટ્રેનોનો રૂટ થયો ડાયવર્ટ, સ્ટેશન જતાં પહેલાં જાણી લો

સેવામાં લાગ્યા પરિજન-નર્સ
વીડિયોમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે દર્દીની પાસે એક મહિલા બેસી છે. એક નર્સ પણ તેની સેવા કરી રહી છે. પરંતુ તે પોતાની ધૂનમાં છે. દર્દીઓની આ અજીબો ગરીબ હરકતને તાત્કાલિક રેકોર્ડ કરી લેવામાં આવી હતી. આઇપીએસ ઓફિસર રૂપિન શર્મા (Rupin Sharma) એ વાયરલ વીડિયો શેર કરી કેપ્શનમાં લખ્યું, બીજી વસ્તુ જરૂરી. છોડેંગે ન તેરા સાથ... મરતે દમ તક...દારૂ હજુ પણ લિસ્ટમાં ટોપ પર છે.... વીડિયોના બ્રેકગ્રાઉંડમાં ગીત વાગી રહ્યું છે- છોડેંગે ન સાથ તેરા સાથી મરતે દમ તક... 

લગ્ન પ્રસંગમાં પહોંચી ગઇ પોલીસ, પોલીસનું કોવિડના નિયમોનું ચેકીંગ

લોકોએ જણાવ્યું, ન છૂટવા વાળી ટેવ
30 સેકન્ડના આ વીડિયોને ટ્વિટર (Twitter) પર અત્યાર સુધી 949 લોકો જોઇ ચૂક્યા છે અને 21 યૂઝરે તેને રીટ્વીટ પણ કર્યો હતો. મોટાભાગના લોકો કોમેન્ટમાં તેને ક્યારેય ન છૂટનાર આદત ગણાવી રહ્યા છે. તો બીજી તરફ લોકો તેને મનોરંજન (Entertanment) નું માધ્યમ ગણાવી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More