Viral Video: નાળિયેર પાણીનો ઉપયોગ મોટાભાગના લોકો કરતા હોય છે. નાળિયેર પાણી સ્વાસ્થ્ય માટે લાભકારક છે તેથી લોકો ડેઇલી ડાયટમાં પણ તેને લેવાનું પસંદ કરે છે. નાળિયેર પાણીની માંગ જે રીતે વધી રહી છે તેને લઈને હવે દરેક શહેરમાં અલગ અલગ જગ્યાએ રસ્તા પર નાળિયેર પાણી વહેચાતા જોવા મળે છે. તેવામાં એક એવો વિડિયો સામે આવ્યો છે જે નાળિયેર પાણી પીવાના શોખીનોનું મૂડ ઓફ કરી શકે છે.
આ પણ વાંચો:
Amarnath Yatra 2023: અમરનાથ યાત્રા બનશે આરામદાયક, યાત્રાળુઓને મળશે વધુ 2 સુવિધા
કોણ છે શિવરંજની તિવારી જે ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે લગ્ન કરવા ગંગોત્રી પગપાળા નિકળી
એવો રહસ્યમયી કુવો જે આપે છે મોતની ચેતવણી! અહીં ભોળાનાથની સાથે બિરાજે છે યમરાજ
નાળિયેર પાણીને લઈને ઉત્તર પ્રદેશના નોઈડામાંથી એક એવો વિડિયો સામે આવ્યો છે જેને જોયા પછી રસ્તા પરથી નાળિયેર પાણી પીતા પહેલા તમે પણ સો વખત વિચારશો. વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે રસ્તા કિનારે એક વેપારી નાળિયેરની રેકડી લઈને ઊભો છે. આ વેપારી રસ્તા કિનારે જે ગટર પસાર થાય છે તેમાંથી પાણી ભરી અને નાળિયેર ઉપર છાંટતો જોવા મળે છે.
नारियल पानी या नाले का पानी? pic.twitter.com/jdyZED8cPA
— gunateet ojha (@GunateetOjha) June 6, 2023
નાળિયેરને તાજા અને સાફ રાખવા માટે આ વેપારી ગટરના પાણીનો ઉપયોગ કરે છે. આ વિડીયો ટ્વિટર પર શેર કરવામાં આવ્યો હતો. શેર થયા પછી આ વિડીયો વાયરલ થવા લાગ્યો. આ વિડીયો વાયરલ થયા પછી પોલીસે ઘટના સ્થળ પર પહોંચી અને નાળિયેરના વેપારીને ધરપકડ પણ કરી હોવાનું સામે આવ્યું છે.
પોલીસના જણાવ્યા અનુસાર આ વેપારી કાચા નાળિયેર ઉપર ગટરનું પાણી છાંટતો હતો. તેની ઓળખ 28 વર્ષીય સમીર તરીકે થઈ છે જે ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લાનો રહેવાસી છે. પોલીસે આ વેપારીને ધરપકડ કલમ 270 અંતર્ગત કરી છે. ઉલ્લેખનીય છે નાળિયેર જેવી વસ્તુ જેનો ઉપયોગ લોકો બીમારીની હાલતમાં વધારે કરતા હોય છે તેના ઉપર ગટરનું પાણી છાંટવાથી સંક્રમણ ફેલાવવાની શક્યતાઓ વધી જાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે