Home> India
Advertisement
Prev
Next

PM Narendra Modi કારમાં બેસતા જ કરે છે આ કામ !

PM Narendra Modi સોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ છે અને લોકો સાથે કનેક્ટ રહે છે 

PM Narendra Modi કારમાં બેસતા જ કરે છે આ કામ !

નવી દિલ્હી : PM Narendra Modi સોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ રહે છે અને લોકો સાથે કનેક્ટ રહેવાનું પસંદ કરે છે. હાલમાં વડાપ્રધાનનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે જે જોઈને તમારા ચહેરા પર સ્માઇલ આવી જશે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો ઓફ ઇન્ડિયાએ એક વીડિયો શેયર કર્યો છે જેમાં જોઈ શકાય છે કે વડાપ્રધાન ગાડીમાં બેસીને તરત સીટ બેલ્ટ લગાવે છે. સોશિયલ મીડિયા પર વડાપ્રધાનના ભારે વખાણ થઈ રહ્યા છે. પીઆઇબીએ રોડ સુરક્ષા જાગૃતિ અભિયાન અંતર્ગત આ વીડિયો શેયર કર્યો છે. 

fallbacks

 આ પણ વાંચો : ટાઇગરની છલાંગ જોઇ તમે પણ ચોંકી જશો

વીડિયોમાં જોઈ શકાય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કારમાં બેસીને પહેલાં લોકોનું અભિવાદન સ્વીકારે છે. આ પછી કારની અંદર બેસીને પહેલાં સીટ બેલ્ટ લગાવી દે છે. પીઆઇબીએ આ વીડિયો પોસ્ટ કરીને લખ્યું છે કે - વડાપ્રધાન કારમાં બેસીને સૌથી પહેલાં સીટ બેસ્ટ બાંધે છે. તમે શું કરો છો? આ પછી લખ્યું છે કે સીટ બેલ્ટ જરૂર બાંધો. 

આ વીડિયોને 5 હજાર કરતા વધારે લાઇક્સ મળી ચૂકી છે અને 2 હજાર કરતા વધારે લોકો કમેન્ટ કરી ચૂક્યા છે. World Health Organizationએ આપેલી માહિતી પ્રમાણે સીટ બેલ્ટ બાંધવાથી આકસ્મિક મોતની સંભાવના 45-60% ટકા ઓછી થઈ શકે છે. Maruti Suzuki India Limitedએ 2017માં એક અભ્યાસ કર્યો હતો જેમાં માત્ર 25 ટકા લોકો જ નિયમિત રીતે સીટ બેલ્ટ બાંધે છે. 

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More