અગાઉ લગ્ન થતા હતા તો તે પહેલા ગરબા જોવા મળે, જાત જાતના સંગીત પ્રોગ્રામ થતા હોય પરંતુ હવે લગ્ન સમારોહમાં અનેક ફેરફાર જોવા મળી રહ્યા છે. આજકાલ ડેસ્ટિનેશન વેડિંગ, પ્રી વેડિંગ શૂટ, જેવી વસ્તુઓ પણ જોવા મળે છે. તમારા પણ ધ્યાનમાં આવતું હશે કે તમારા જાણીતામાં કોઈ પ્રી વેડિંગ શૂટ કરાવવા કોઈ સારા સ્થળે ગયા અને ફોટા પડાવ્યા. આજ કાલ લોકો સોશિયલ મીડિયાના જમાનામાં ટ્રેન્ડ થવા માટે ભાત ભાતના આઈડિયા પણ અપનાવતા જોવા મળે છે. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને લોકો મોઢામાં આંગળા નાખી જાય છે.
એવું તે શું છે વીડિયોમાં
સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળે છે કે એક છોકરી સંપૂર્ણ રીતે દુલ્હનના વેશમાં સજેલી છે અને રસ્તાના કિનારે ઊભી છે. પરંતુ ગણતરીની પળોમાં જે થાય છે તે જોઈને સ્તબ્ધ થઈ જશો. દુલ્હનના વેષમાં તૈયાર થયેલી છોકરી પીઠથી વળીને જમીન તરફ ઝૂકીને પોતાના હાથથી જમીનને સ્પર્શ કરે છે અને ઊંધી વળેલી હાલતમાં જ ચાલવા લાગે છે. આમ ઉલ્ટા પગે ચાલતી જોઈને દરેક કૂતુહલ અનુભવે છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે.
ऐसा कौन प्री वेडिंग शूट करवाता है 😜😜👇👇👇 pic.twitter.com/SI1DrGB1R6
— HasnaZarooriHai🇮🇳 (@HasnaZaruriHai) April 16, 2024
આ વીડિયોને માઈક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ એક્સ પર @HasnaZaruriHai નામના એકાન્ટથી શેર કરાયો છે. વીડિયો શેર કરતા કેપ્શનમાં લખેલું છે કે આવું કોણ પ્રી વેડિંગ શૂટ કરાવે... આ વીડિયોને અત્યાર સુધીમાં 22 હજારથી વધુ વ્યૂઝ મળ્યા છે. વીડિયો જોયા બાદ એક યૂઝરે લખ્યું કે રીલનો નશો છે તો અન્ય એક યૂઝરે લખ્યું કે મંજૂલિકા બની ગઈ આ તો.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સોશિયલ મીડિયા જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે