ઈન્ટરનેટ પર એવા એવા વીડિયો વાયરલ થતા હોય છે કે જોઈને હાસ્યના ફૂવારા છૂટી જાય. હસી હસીને બેવડા વળી જવાય. કેટલાક વીડિયો એવા હોય કે તમે શેર કર્યા વગર રહી ન શકો. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને લોકો પોતાનું હાસ્ય રોકી શકતા નથી.
આ વીડિયોને ઉદ્યોગપતિ હર્ષ ગોયંકાએ શેર કર્યો છે. આ વીડિયોમાં એક મહિલાએ તેના પતિના ટાલિયાપણાનો જોરદાર ઉપયોગ કર્યો છે. વીડિયોમાં મહિલા તેના પતિની ટાલ પર રોટલી બનાવતી જોવા મળે છે. સામાન્ય રીતે રોટલી બનાવવા માટે આદણી વેલણનો ઉપયોગ થતો હોય છે પરંતુ આ મહિલાએ તો તેના પતિના માથાને જ આદણી બનાવી દીધું.
Your dinner is getting ready 😀! pic.twitter.com/wOdm5COqvW
— Harsh Goenka (@hvgoenka) October 21, 2024
આ મહિલા તેના પતિની ટાલ પર ખુબ જ આરામથી રોટલી વણી રહી છે. જોવામાં તમને વિચિત્ર લાગી શકે કે આ જ રોટલી પાછી તેનો પતિ તવી પર સેકી રહ્યો છે. આ વીડિયો જોઈને યૂઝર્સ પણ ચોંકી ગયા. આ વીડિયો હર્ષ ગોયંકાએ પોતાના એક્સ હેન્ડલ @hvgoenka પર શેર કર્યો છે. શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે કે 'તમારું ડિનર તૈયાર થઈ રહ્યું છે.'
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે