Viral Video: રાજસ્થાનના બાડમેર જિલ્લામાંથી ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. બિલ્લી પગે આવતું મોત કેમેરામાં કેદ થઈ ગયું. વીડિયોમાં એક વ્યક્તિ બેન્ચ પર બેસીને અખબાર વાંચી રહ્યો છે. પરંતુ જોત જોતામાં તો તે નીચે પડી જાય છે અને મોતને ભેટે છે.
અફરાતફરીમાં આ વ્યક્તિ નીચે પડી જતા તેને હોસ્પિટલ લઈ જવાય છે પરંતુ ડોક્ટરો તેને મૃત જાહેર કરે છે. સંયોગથી આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. આ સમગ્ર ઘટનાક્રમ પણ રેકોર્ડ થઈ ગયો. હવે સોશિયલ મીડિયામાં આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આ મામલો બાડમેર જિલ્લાના પચપદરાનો છે. વીડિયોમાં જે વ્યક્તિ જોવા મળી રહ્યો છે તેનું નામ દિલીપકુમાર છે જે પચપદરાનો રહીશ છે. તે કપડાંનો વેપારી છે. સુરતમાં તેનો કપડાનો વેપાર છે. અનેક વર્ષોથી તે સૂરતમાં જ રહે છે. 4 નવેમ્બરના રોજ સુરતથી તે બાડમેર કોઈ સામાજિક પ્રોગ્રામ માટે આવ્યો હતો. 5 નવેમ્બરના રોજ દિલીપના દાંતમાં દુખાવો હતો. આથી તે બાલોતરામાં દવાખાનામાં સવારે 10 વાગે પહોંચ્યો હતો. ત્યાં વારો આવે તેની રાહ જોતો હતો અને વેઈટિંગ રૂમમાં બેસીને અખબાર વાંચવા લાગ્યો હતો. અચાનક ત્યારે જ તબિયત બગડી અને નીચે પડી ગયો.
જુઓ ચોંકાવનારો Video
નીચે પડવાનો અવાજ આવતા રિસેપ્શનિસ્ટે વેપારીને સંભાળવાની કોશિશ કરી અને ત્યાં જ ડોક્ટર તથા અન્ય લોકો પણ પહોંચ્યા. વેપારીની તબિયત બગડતા જોતા તેને બાલોતરાના નાહટા હોસ્પિટલ રેફર કરાયો. જ્યાં ડોક્ટરોએ મૃત જાહેર કર્યો. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ અને તેનું ફૂટેજ હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યું છે.
આ અંગે વેપારના ભાઈ મહેન્દ્ર મદાનીએ જણાવ્યું કે તેમના ભાઈ દિલીપ બે દિવસ પહેલા જ સુરતથી બાડમેર આવ્યા હતા. તેઓ પરિવાર સાથે સુરતમાં રહે છે. ત્યાં કપડાનો વેપાર કરે છે. તેમનું સ્વાસ્થ્ય બિલકુલ સારું હતું. પરંતુ ખબર નહીં કોઈ માઈનર એટેક આવ્યો હશે જેના કારણે આ દુર્ઘટના ઘટી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે