Viral Video Today: આટલી મોંઘવારીના જમાનામાં એવી અનેક જગ્યાઓ છે જ્યાં ખાવાની વસ્તુઓ ઘણી સસ્તી મળે છે. ગરીબ માણસ આરામથી પોતાનું પેટ ભરી શકે છે. ઓછા પૈસામાં આ જગ્યાઓ પર સારી ગુણવત્તાવાળું અને ભરપેટ જમવાનું મળે છે. ફૂડ બ્લોગર્સ દેશભરમાં ફરે છે અને આ જગ્યાઓને શોધીને આપણા સુધી પહોંચાડે છે. હાલ સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાયરલ થયો છે જે જયપુરનો હોવાનું કહેવાય છે. જેમાં એક પતિ પત્ની લારી પર પૂરી શાક વેચે છે અને તેનો સ્વાદ ખુબ ફેમસ છે. આ કપલ માત્ર 30 રૂપિયામાં લોકોનું પેટ ભરે છે.
30 રૂપિયામાં 10 પૂરી અને શાક
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં લારીમાં પૂરી અને શાક તથા રાયતુ વેચે છે. ખાનારાને તેઓ ગરમ ગરમ પૂરીઓ સર્વ કરે છે. કમાલની વાત એ છે કે આ ખાવાનું જેટલું ટેસ્ટી છે એટલું જ સસ્તું છે. માત્ર 30 રૂપિયામાં આ કપલ 10 પૂરી અને શાક વેચે છે. એટલું જ નહીં ટામેટા અને લસણની ચટણી પણ આપવામાં આવે છે. જે જયપુરના ખાવાનાની જાન છે. જો તમારે રાયતું લેવું હોય તો તેના માટે 10 રૂપિયા અલગથી આપવાના રહેશે. તેમની લારી પર લાગેલી ભીડ એ વાતનો ઈશારો કરે છે કે તેમની દુકાન કેટલી ફેમસ થઈ છે.
દિલ્હીમાં ચાલતી કારમાં 19 વર્ષની છોકરી સાથે ગેંગરેપ, વીડિયો વાયરલ કરવાની ધમકી
આ બે રાજ્યોમાં કોવિડના 21 હજારથી વધુ કેસ, દરરોજ બમણું થઈ રહ્યું છે ઈન્ફેક્શન
જમાઈ નીકળ્યો સાવ નગુણો...જે સસરાએ પોલીસની નોકરી લાયક બનાવ્યો, તેને જ કર્યો દગો
ગ્રાહકોની લાગે છે ભીડ
આ વીડિયોમાં કપલ જણાવી રહ્યું છે કે તેમની દુકાન સવારે 7.30 વાગે લાગે છે. બપોરે 2 વાગ્યા સુધી ચાલે છે. લોકો એકવાર ખાવાનું શરૂ કરે છે તો અનેકવાર તો 20-30 પૂરી ખાઈ જાય છે. વીડિયોમાં એક ગ્રાહક કહે છે કે તેઓ 50-60 પૂરી પણ ખાઈ જાય છે. સૌથી સારી વાત એ છે કે ગ્રાહકના આવ્યા બાદ પૂરીઓ ગરમ ગરમ પીરસાય છે. આ વીડિયોને Foodies.aao નામના હેન્ડલથી શેર કરાયો છે. કેપ્શનમાં લખાયું છે કે મહેનતુ કપલ 30 રૂપિયામાં પૂરી શાક વેચી રહ્યું છે. જયપુર સ્ટ્રીટ ફૂડ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે