Home> India
Advertisement
Prev
Next

બાબા નીબ કરોલીના ચમત્કારના ચાહક છે વિરાટ કોહલીથી લઈને ઝુકરબર્ક સુધી સૌ કોઈ, જાણો શું છે એવો ચમત્કાર

Baba Neem Karoli: કૈંચી ધામ ઉત્તરાખંડના નૈનીતાલના સુંદર મેદાનોમાં આવેલું છે.આ તે આશ્રમ છે જ્યાં બાબા નીબ કરોલીની દિવ્ય સમાધિ આવેલી છે, જેની મુલાકાત લાખો ભક્તો આવે છે. બાબાના ભક્તોમાં વિરાટ કોહલી, અનુષ્કા શર્મા, માર્ક ઝકરબર્ગ, જુલિયા રોબર્ટ્સ અને સ્ટીવ જોબ્સ જેવી હસ્તીઓ પણ સામેલ છે.

બાબા નીબ કરોલીના ચમત્કારના ચાહક છે વિરાટ કોહલીથી લઈને ઝુકરબર્ક સુધી સૌ કોઈ, જાણો શું છે એવો ચમત્કાર

દેહરાદૂનઃ ઉત્તરાખંડ નૈનીતાલની સુંદર વાદીઓમાં વસેલું છે. નીબ કરોલી બાબાનું કૈંચી ધામ છે. જેના માટે કહેવાય છે કે, ત્યાં જતાંની સાથે જ વ્યક્તિના તમામ દુઃખ દૂર થઈ જાય છે. નીબ કરોલી બાબાના લાખો ભક્ત છે. જેમાં ઘણા દેશી તો ઘણા વિદેશીઓ પણ સામેલ છે. હમણાં થોડા દિવસ પહેલાં જ ક્રિકેટર વિરાટ કોહલી પત્ની અને બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને પુત્રી વામિકામી સાથે વૃંદાવનમાં આવેલા કરોલી આશ્રમમાં પહોંચ્યા હતા. ત્યાં નીબ કરોલી બાબાની સમાધિના દર્શન કર્યા હતા. 

fallbacks

ભક્ત બાબાને માને છે હનુમાનનો અવતારઃ
તમને જણાવી દઈએ કે, નીબ કરોલી બાબાના ભક્ત તેમને હનુમાનજીનો અવતાર માને છે. નીબ કરોલી બાબાની ગણતરી 20મી સદીના મહાન સંતોમાં અને દિવ્ય શક્તિઓવાળા સંતોમાં કરાઈ છે. તમને તે જાણીને નવાઈ લાગશે કે, બાબા નીબ કરોલીએ 108 હનુમાન મંદિર બનાવ્યા હતા. સાથે જ તેઓ ખુદ પણ બજરંગબલીના બહુ મોટા ભક્ત માનવામાં આવે છે. એટલું જ નહીં બાબાના ચમત્કારની ઘણી કહાનીઓ પણ છે. 

આ પણ વાંચોઃ PM મોદીની સુરક્ષામાં મોટી ચૂક, હુબલીમાં SPG કવર તોડી કારની નજીક પહોંચ્યો યુવક

કોણ છે નીબ કરોલી બાબાઃ
બાબા નીબ કરોલીનું સાચું નામ લક્ષ્મીનારાયણ શર્મા હતું. તેમનો જન્મ 1900ની આસપાસ ઉત્તર પ્રદેશના અકબરપુર સ્થિત ગામમાં થયો હતો. તે પછી તેમણે કિશોરાવસ્થામાં ઘર છોડી દીધું અને સાધુનું જીવન જીવવાનું શરૂ કર્યું. એવું કહેવાય છે કે, તેમણે નિમ કરોલી નામના સ્થળે તેમની તપસ્યા શરૂ કરી હતી.

તમને જણાવી દઈએ કે, નીબ કરોલી બાબાનો મુખ્ય આશ્રમ નૈનીતાલના કૈંચી ધામમાં સ્થિત છે. વૃંદાવનમાં પણ તેમનો આશ્રમ છે. કૈંચી ધામની સ્થાપના બાબા નિબ કરોલી દ્વારા 1964માં કરવામાં આવી હતી. એવી માન્યતા છે કે, જો કોઈ ભક્ત નૈનીતાલના પંત નગર સ્થિત પોતાના આશ્રમમાં કોઈ ઈચ્છા લઈ જાય તો તેની મનોકામના ચોક્કસ પૂર્ણ થાય છે.

આ પણ વાંચોઃ રંગીન રાતો માટે બનાવ્યો રેપરૂમ : યૌન વર્ધક દવાઓ લઈને મજા માણતો, એવો શોખિન હતો કે...

બાબા નીબ કરોલીની પ્રચલિત કહાનીઓઃ
બાબા નીબ કરોલીના ચમત્કારોની ઘણી વાર્તાઓ પ્રચલિત છે. એક કહેવત એવી પણ છે કે, એક સમયે તેમના સ્ટોરમાં ઘી ઓછું હતું. ત્યારબાદ તેમણે કહ્યું કે, નદીમાંથી પાણી લાવો અને પછી તેને ઘીમાં ફેરવી નાખ્યું. આ સિવાય એવું પણ કહેવાય છે કે, એક ભક્તને ગરમીથી ખૂબ પરેશાન જોઈને તેણે વાદળોને બોલાવ્યા હતા. બાબા નીબ કરોલીના ચમત્કારો પર એક પુસ્તક પણ લખવામાં આવ્યું છે, જેનું નામ છે મિરેકલ ઓફ લવ.

સ્ટીવ જોબ્સથી લઈને ઝુકરબર્ગ સુધીના છે ભક્તઃ
બાબા નીબ કરોલીના ભક્તો માત્ર ભારતમાં જ નથી પરંતુ વિદેશોમાં પણ હાજર છે. જેમાં મુખ્યત્વે અભિનેત્રી જુલિયા રોબર્ટ્સ, સ્ટીવ જોબ્સ અને માર્ક ઝુકરબર્ગનો સમાવેશ થાય છે. એટલું જ નહીં આ તમામ લોકોએ બાબાના કૈંચી ધામની મુલાકાત લીધી હતી અને તેમની સમાધિના દર્શન કર્યા હતા. એવું કહેવાય છે કે, જ્યારે ઝુકરબર્ગ ફેસબુક વેચવા અંગે મૂંઝવણમાં હતો ત્યારે સ્ટીવ જોબ્સે તેને કૈંચી ધામ જવા કહ્યું હતું. સ્ટીવ જોબ્સને પણ એપલના લોગોનો વિચાર બાબાની કૈંચી ધામની મુલાકાત પછી આવ્યો હતો. તમને જણાવી દઈએ કે, સફરજન બાબાનું પ્રિય ફળી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More