ઝી મીડિયા/બ્યૂરો :દિલ્હી વિધાનસભા (Delhi Assembly Election 2020) ની 70 સીટ માટે મતદાન (voting) પૂરુ થઈ ગયું છે. 6 કલાક સુધી 54.65 ટકા વોટિંગ થયું છે. છેલ્લી 25 મિનીટમાં પણ દિલ્હીવાસીઓની સુસ્તી ઉડી ન હતી. સાંજે 6 વાગ્યા સુધી વોટિંગ કરવામાં આવ્યું હતું. મતદાન કેન્દ્રોની બહાર લાંબી કતાર જોવા મળી હતી. રાજકીય દળોની હારજીતનો ફેંસલો ભલે 11 ફેબ્રુઆરીના રોજ થશે, પરંતુ વોટિંગ કરવાના મામલામાં દિલ્હી હારી ગયેલુ દેખાયું હતું. દિલ્હીવાસીઓએ વોટિંગના મામલે કંજુસાઈ દાખવી હતી. આજે મતદાન સાવ ફિક્કુ સાબિત થયું હતું. 2015માં કુલ વોટિંગ 67.12 ટકા રહ્યું હતું. ઈલેક્શન પંચના તમામ પ્રયાસો છતા દિલ્હીના વોટર્સ મતદાનને લઈને ઉત્સાહિત દેખાયા ન હતા.
SEX TOY દુકાનની બહાર પકડાઈ આ સિંગર, કેમેરાની નજરમાં આવતા થઈ શરમથી પાણી પાણી...
#DelhiElections2020: 54.65% voter turnout in Delhi assembly polls till 6 pm. https://t.co/ppJy2iKaw5
— ANI (@ANI) February 8, 2020
દિલ્હી વિધાનસભા ઈલેક્શન માટે 6 વાટે પોલિંગ બૂથના દરવાજા બંધ કરાયા હતા. ઈલેક્શન પંચના આંકડા અનુસાર, સાંજે 5 વાગ્યા સુધી 45 ટકા મતદાન થયું હતું. 6 વાગ્યા સુધી વોટ આપવામાં આવ્યા હતા. એટલે કે મતદાનના અંતિમ એક કલાકમાં પણ લોકો કંઈ ઉકાળી શક્યા ન હતા. ઘોંડા વિધાનસભામાં સૌથી વધુ 55 ટકા અને ઓખલા વિધાનસભા, જેમાં શાહીનબાગ છે, ત્યાં 3.093 ટકા વોટિંગ થયું હતું.
BREAKING NEWS : ભવ્ય રામ મંદિરના નિર્માણની તારીખ થઈ જાહેર, આ દિવસે મૂકાશે પહેલો પત્થર
ઉલ્લેખનીય છે કે, ઓખલાના શાહીનબાગ વિસ્તારમાં પણ પોલિંગ બૂથ પર લોકો વોટ આપવા મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. અહીં 15 ડિસેમ્બરથી સીએએ અને એનઆરસીના વિરોધમાં પ્રદર્શન ચાલી રહ્યું છે. આ ઈલેક્શનમાં કુલ 672 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યાં છે. દિલ્હીના 1,47,86,382 મતદાતા આજે નક્કી કરશે કે, દિલ્હીની સત્તા પર કઈ પાર્ટીની સત્તા બનશે. ઈલેક્શનનું પરિણામ 11 ફેબ્રુઆરીના રોજ આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે