Home> India
Advertisement
Prev
Next

પેટા ચૂંટણી Live: સવારે 9 વાગ્યા સુધીમાં જીંદમાં 15% અને રામગઢમાં 6.90% મતદાન

હરિયાણામાં જીંદ બેઠક પર થઇ રહેલી પેટા ચૂંટણીમાં આમ તો જંગ ભાજપ અને કોંગ્રેસની વચ્ચે છે, પરંતુ જેજેપી અને આઈએનએલડીના કારણે ચૂંટણી જંગ ચતુષ્કોણીય બની ગયો છે. ત્યારે રાજસ્થાનના રામગઢમાં ચૂંટણી જંગ ત્રિકોણીય છે.

પેટા ચૂંટણી Live: સવારે 9 વાગ્યા સુધીમાં જીંદમાં 15% અને રામગઢમાં 6.90% મતદાન

જીંદ/ જયપુર: હરિયાણા અને રાજસ્થાનમાં સોમવારે એક-એક બેઠક માટે પેટા ચૂંટણી અંતર્ગત મતદાન કરવામાં આવી રહ્યું છે. આ પેટા ચૂંટણીના પરિણામ કોંગ્રેસ અને ભાજપ માટે ઘણું મહત્વ ધરાવે છે. આજે થઇ રહેલા મતદાનમાં સવારેથી મતદાન કેન્દ્રો પર મતદાતાઓની ભીડ જોવા મળી રહી છે. સવારથી લોકો મતદાન કેન્દ્રો પર તેમના હકનો પ્રયોગ કરવા માટે પહોંચી રહ્યાં છે. સવારે 9 વાગ્યા સુધીમાં જીંદ વિધાનસભા બેઠક પર 15 ટકા અને રામગઢ બેઠક પર 6.90 ટકા મતદાન થયું છે.

fallbacks

ત્યારે હરિયાણાના જીંદના પોલિંગ સ્ટેશન નંબર 111માં 92 વર્ષની વૃદ્ધ મહિલા ધન્નો દેવી પણ મત આપાવ પહોંચ્યા હતા. અને તેમને જુસ્સો જોઇને પોલિંગ સ્ટેશન પર હાજર મતદાતાઓમાં ઉત્સાહ વધી ગયો હતો.

fallbacks

(ફોટો સાભાર: ANI)

હરિયાણામાં જીંદ બેઠક પર થઇ રહેલી પેટા ચૂંટણીમાં આમ તો જંગ ભાજપ અને કોંગ્રેસની વચ્ચે છે, પરંતુ જેજેપી અને આઈએનએલડીના કારણે ચૂંટણી જંગ ચતુષ્કોણીય બની ગયો છે. ત્યારે રાજસ્થાનના રામગઢમાં ચૂંટણી જંગ ત્રિકોણીય છે. હાલમાં થયેલી વિધાનસભા ચૂંટણી બાદ કોંગ્રેસ આ બેઠક જીતી બહુમતની નજીક પહોંચી જવી જોઇએ. અત્યારે તેમની પાસે 99 બેઠકો છે.

વધુમાં વાંચો: ચૂંટણી પહેલા ખેડૂતો પર ધનનો વરસાદ કરી શકે છે સરકાર, સોમવારે થશે મહત્વનો નિર્ણય

એવામાં આ બે બેઠકોના પરિણામ મોટા પ્રમાણમાં આગળની રાજકીય રણનીતિ નક્કી કરવામાં મદદ કરશે. મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થઇ ગયું છે. સુરક્ષાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જીંદમાં 3 હજાર સુરક્ષા કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. 50થી વધારે પેટ્રોલિંગ પાર્ટીઓ બનાવવામાં આવી છે. ત્યારે રામગઢ વિધાનસભા વિસ્તારમાં 2.35 લાખ મતદાતા છે. જેમાંથી 1.10 લાખ મહિલા મતદાતા છે. સોમવારે યોજાનારા ચૂંટણી માટે 278 મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. 31 જાન્યુઆરીએ ચૂંટણી પરિણામ જાહેર કરવામાં આવશે.

વધુમાં વાંચો: બીમારીથી પરત ફરેલા મનોહર પર્રિકરનો જોશીલો અંદાજ, કહ્યું How's the Josh

હરિણાયાની રાજકીય રાજધાનીનો કિંગ કોણ, જનતા આજે કરશે નક્કી
હરિયાણાની રાજકીય રાજધાની ગણવામાં આવતી જીંદની પેટા ચૂંટણીની સાથે સાથે પહેલી વખત હરિયાણામાં વીવીપેટ મશીનનો ઉપયોગ કરવામાં આવશે. એટલું જ નહીં, જરૂરીયાતના સમયે ડ્યૂટી મેજિસ્ટ્રેટ અને સુપરવાઇઝર વ્હોટ્સએપ્પ વીડિયો કોલિંગ દ્વારા સ્થળ પર ચાલી રહેલી ગતિવિધીઓ ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂ કરતા પણ જોવા મળશે. જીંદ પેટા ચૂંટણી માટે કોંગ્રેસ, ભાજપ, જેજેપી, આઈએનએલડી પાર્ટીઓના ઉમેદવારો સહિત કુલ 21 ઉમેદવારોનું ભાગ્ય આજે નક્કી થશે.

વધુમાં વાંચો: 3 ફૂટ બરફમાં પણ ન રોકાયો વરઘોડો, 6 કિમી પગપાળા દુલ્હન લેવા પહોંચ્યો વરરાજા

જીંદ પેટા ચૂંટણીની વાત કરીએ તો ઉમેદવારોની ચૂંટણી જંગમાં કોંગ્રેસ રણદીપ સિંહ સુરજેવાલ પર પોતાનો દાવ રમી રહી છે. ત્યારે ઇનેલો ઉમેદ સિંહ રેડ્ડૂ પર પોતાનું ભવિષ્ય અજમાવી રહી છે. આ ઉપરાંત ભાજપે ડૉ. કૃષ્ણ મિડઢાને તો હાલમાં જ ઇનેલોથી હાંકી કાઢ્યા બાદ હરિયાણામાં નવો ઉદય લાવનાર સાંસદ દુષ્યંત ચૌટાલાએ તેમની પાર્ટી જનનાયક જનતા દળથી તેમના નાના ભાઇ દિગ્વિજય સિંહ ચૌટાલાને ચૂંટણી જંગમાં ઉભા રાખ્યા છે. ઇવીએમ મશીન પર વોટિંગ બટન પાસે ઉમેદવારોના ફોટો પણ લગાવવામાં આવ્યો છે. વીવીપેટ મશીનનો ઉપયોગ થશે. કુલ 21 ઉમેદવારોના ભવિષ્યનો આજે નિર્ણય જીંદ વિધાનસભાના 1 લાખ 72 હજાર 775 વોટર નક્કી કરશે.

વધુમાં વાંચો: ચૂંટણી પહેલા ખેડૂતો પર ધનનો વરસાદ કરી શકે છે સરકાર, સોમવારે થશે મહત્વનો નિર્ણય

રામગઢ વિધાનસભા ચૂંટણીમાં ત્રિકોણીય જંગ
રાજસ્થાનના અલવર જિલ્લાના રામગઢ વિધાનસભા ક્ષેત્રમાં સોમવારે યોજાનાર ચૂંટણીમાં સત્તાધારી કોંગ્રેસ, વિપક્ષી ભાજપ અને બસપાના ઉમેદવારો વચ્ચે ત્રિકોણીય જંગ થવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે 7 ડિસેમ્બરે રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના થોડા દિવસ પહેલા પૂર્વ રામગઢ વિધાનસભા ક્ષેત્રમાં બસપાના ઉમેદવાર લક્ષ્મણ સિંહનું નિધન થવાના કારણે આ બેઠક પર ચૂંટણી સ્થગિત કરવામાં આવી હતી.

વધુમાં વાંચો: જો કોઇ હિંદુ યુવતીને સ્પર્શે તો તેનો હાથ ન બચવો જોઇએ: કેન્દ્રીય મંત્રી

રામગઢ વિધાનસભા બેઠ પર 28 જાન્યુઆરીએ યોજનારા ચૂંટણી માટે કોંગ્રેસ, ભાજપ અને બસપા સહિત 20 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. બસપાના પૂર્વ કેન્દ્રીય મંત્રી નટવર સિંહના પુત્ર જગત સિંહને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જ્યારે સત્તાધારી કોંગ્રેસે અલવરના પૂર્વ જિલ્લા પ્રમુખ સાફિયા જૂબેર ખાનને અને ભાજપે પૂર્વ પ્રધાન સુખવંત સિંહને ટિકિટ આપી છે.

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More