પટના: લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Election 2019)ના ચોથા તબક્કામાં દેશના 9 રાજ્યોની 71 બેઠક પર આજે (29 એપ્રિલ 2019) મતદાન ચાલી રહ્યું છે. તેમાં બિહારની પાંચ લોકસભા બેઠક પર મતદાન કરવામાં આવી રહ્યું છે. મતદાનને ધ્યાનમાં રાખી સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો છે. બિહારની પાંચ બેઠકો પર કેટલાક દિગ્ગજોના ભાગ્યનો નિર્ણય મતદાતા કરશે.
વધુમાં વાંચો: આગામી 24 કલાકમાં ગંભીર ચક્રવાતમાં બદલાઇ શકે છે ‘ફાની’, બે દિવસ ભારે વરસાદની આશંકા
બિહારમાં પાંચ બેઠક મુંગેર, બેગૂસરાય, ઉજિયારપુર, દરભંગા અને સમસ્તીપૂર પર મતદાન કરવામાં આવી રહ્યું છે. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખી દરેક જગ્યાએ સુરક્ષા કર્મી તૈનાત કરી દેવામાં આવ્યા છે. ત્યારે, વોટિંગને લઇને મતદાતાઓમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારે-સવારે ઓછો તડકો હોવાના કારણે મતદાતા તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી રહ્યાં છે.
જુઓ Live TV:-
બિહારમાં થઇ રહેલી પાંચ બેઠકની ચૂંટણીની વાત કરીએ તો બેગૂસરાયને આ તબક્કામાં સૌથી હોટ સીટ માનવામાં આવે છે. કેમક, ત્યાં મુકાબલો ભાજપના ગિરિરાજ સિંહ અને સીપીઆઇથી કન્હૈયા કુમારની વચ્ચે છે. આરજેડીએ પણ દિગ્ગજ નેતા તનવીર હસનને મદાનમાં ઉતાર્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે