Home> India
Advertisement
Prev
Next

રાજ્યસભામાં BJP પાસે બહુમત નથી... છતાં કઈ રીતે પાસ કરાવશે વક્ફ બિલ? આ છે ઇનસાઇડ સ્ટોરી

Waqf Bill: રાજ્યસભામાં કુલ 236 સભ્યો છે અને બહુમત માટે 119 સાંસદોનું સમર્થન જરૂરી છે. બીજેપી પાસે 98 સાંસદો છે જ્યારે એનડીએ ગઠબંધન સાથે આ સંખ્યા 115 પર પહોંચી ગઈ છે. એટલે કે બહુમતી કરતા 4 વોટ ઓછા છે.

રાજ્યસભામાં BJP પાસે બહુમત નથી... છતાં કઈ રીતે પાસ કરાવશે વક્ફ બિલ? આ છે ઇનસાઇડ સ્ટોરી

Waqf Act Amendment: લોકસભામાં વક્ફ સંશોધન બિલ પાસ કરાવવામાં સફળ રહેલી ભાજપની અગ્નિપરીક્ષા હવે રાજ્યસભામાં થવાની છે. લોકસભામાં લાંબી ચર્ચા બાદ વક્ફ બિલ પાસ થઈ ગયું છે. હવે તેને રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું છે. ભાજપની પાસે રાજ્યસભામાં પૂર્ણ બહુમત નથી પરંતુ કેટલીક રણનીતિ દ્વારા તે આ બિલ પાસ કરાવવાની તૈયારીમાં છે.

fallbacks

રાજ્યસભામાં શું છે ભાજપની રણનીતિ?
વાસ્તવમાં, રાજ્યસભામાં કુલ 236 સભ્યો છે અને બહુમત માટે 119 સાંસદોનું સમર્થન જરૂરી છે. બીજેપી પાસે 98 સાંસદો છે જ્યારે એનડીએ ગઠબંધન સાથે આ સંખ્યા 115 પર પહોંચી ગઈ છે. એટલે કે બહુમતી કરતા 4 વોટ ઓછા છે. જો કે, રાજ્યસભામાં 6 નોમિનેટેડ સાંસદો પણ છે જે હંમેશા સરકાર તરફ રહેતા હોય છે. જો આ તમામ સાંસદો સરકારની તરફેણમાં મતદાન કરશે તો સંખ્યા 121 થઈ જશે અને બિલ સરળતાથી પસાર થઈ શકશે.

તેમ છતાં શું છે પડકાર
વિપક્ષી દળોએ લોકસભામાં આ બિલનો વિરોધ કર્યો હતો અને રાજ્યસભામાં પણ તેનો વિરોધ થશે. કોંગ્રેસ, ટીએમસી, આપ અને અન્ય વિપક્ષી દળો તેને અલ્પસંખ્યકો વિરુદ્ધ પગલું ગણાવે છે. વિપક્ષી નેતાઓનું કહેવું છે કે આ બિલ વક્ફ સંપત્તિઓના અધિકારો નબળા પાડવા માટે લાવવામાં આવ્યું છે.

સરકારનો પક્ષ....
આ બિલને મુસ્લિમ સમુદાયના હિતમાં ગણાવતા અલ્પસંખ્યક બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે જો તે પસાર ન થયું હોત તો ઘણી સરકારી ઇમારતો વક્ફ બોર્ડ હેઠળ આવી શકી હોત. સરકારનો દાવો છે કે આ કાયદો વકફ પ્રોપર્ટીનું સારૂ સંચાલન અને પારદર્શિતા સુનિશ્ચિત કરશે.

આ પણ વાંચોઃ વિદેશીઓના પ્રવેશ માટે નવો કાયદો પાસ, ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો તો મર્યા, જાણો

શું ભાજપ પોતાના પક્ષમાં કરી શકશે આંકડો
ભાજપ સરકારને આશા છે કે કેટલાક વિપક્ષી કે અપક્ષ સાસંદ પણ આ બિલનું સમર્થન કરી શકે છે. રાજ્યસભામાં ઘણીવાર જોવા મળ્યું છે કે કેટલાક પ્રાદેશિક પક્ષો સરકારના સમર્થનમાં મતદાન કરે છે, જેનાથી બહુમત હાસિલ કરવાનું સરળ થઈ જાય છે. હવે તે જોવાનું રહેશે કે વિપક્ષી દળ તેના પર આક્રમક વલણ અપનાવે છે અને ભાજપની રણનીતિ કેટલી સફળ થાય છે.

રાજ્યસભામાં ભાજપ તરફથી હશે આ સ્પીકર
બૃજલાલ
સુધાંશુ ત્રિવેદી
ભાગવત કરાડ
મેઘા કુલકર્ણી
રાધામોહન દાસ અગ્રવાલ
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More