Home> India
Advertisement
Prev
Next

Waqf Bill News: વક્ફ બિલ આખરે શું છે, કોણ સમર્થનમાં અને કોણ વિરોધમાં? બબાલનું અસલ કારણ શું છે...જાણો 10 પોઈન્ટમાં

વક્ફ સંશોધન  બિલ 2024 પર આજે લોકસભામાં સરકાર અને વિપક્ષની અગ્નિ પરીક્ષા છે. સરકાર તેને પાસ કરાવવા માટે તૈયાર છે જ્યારે વિપક્ષ તેને રોકવાનો દાવો કરે છે. જાણો વક્ફ બિલ પર આટલું ઘમાસાણ કેમ છે?

Waqf Bill News: વક્ફ બિલ આખરે શું છે, કોણ સમર્થનમાં અને કોણ વિરોધમાં? બબાલનું અસલ કારણ શું છે...જાણો 10 પોઈન્ટમાં

આજે મોદી સરકાર લોકસભામાં વક્ફ સંશોધન બિલ રજૂ કરવા જઈ રહી છે. સદનમાં નંબર ગેમથી એવું લાગે છે કે સરકાર તેને પાસ કરાવી લેશે. જો કે વિપક્ષ પોતાની એકજૂથતાના ભરોસે તેને ફેલ કરાવવાનો દાવો કરે છે. વિપક્ષને આશા છે કે તેને પાસ કરાવતા રોકી દેશે. જ્યારે સરકાર તેના માટે પૂરેપૂરી તૈયારી કરી ચૂકી છે. જેડીયુ-ટીડીપી જેવા એનડીએના સહયોગીઓનો પણ સાથ મળી ચૂક્યો છે. જે પહેલા અન્ય મુદ્દાઓ પર અલગ વલણ ધરાવતા હતા. હવે સવાલ એ છે કે આખરે આ વક્ફ બિલ શું છે અને તેના પર બબાલ કેમ છે, તેના પક્ષમાં કોણ છે અને વિરુદ્ધમાં કોણ છે. 10 સરળ પોઈન્ટ્સમાં જાણો. 

fallbacks

વક્ફ બિલ શું છે
વક્ફ સંશોધન બિલ 2024, વક્ફ અધિનિયમ 1995માં ફેરફાર કરનારું એક બિલ છે. તેને કેન્દ્ર સરકાર આજે લોકસભામાં રજૂ કરશે. તેના પર ચર્ચા  થશે અને તેને પાસ કરાવવાની કોશિશ કરશે. તેનો હેતુ વક્ફ સંપત્તિઓના મેનેજમેન્ટ, પારદર્શકતા અને દુરઉપયોગ રોકવા માટે નિયમોને કડક કરવાનો છે. 

વક્ફ બિલમાં શું ફેરફાર
બિલમાં વક્ફ બોર્ડમાં બિન મુસ્લિમ અને મહિલા સભ્યોને સામેલ કરવા, કલેક્ટરને સંપત્તિ સરવેનો અધિકાર આપવો, અને વક્ફ ટ્રિબ્યુનલના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારવાની જોગવાઈ સામેલ છે. 

વક્ફ બિલ પર બબાલ કેમ
વિપક્ષ અને મુસ્લિમ સંગઠન તેને ધાર્મિક સ્વતંત્રતા પર હુમલો ગણે છે. તેમનો દાવો છે કે આ બિલ વક્ફ સંપત્તિઓને નબળી કરશે અને સરકારી હસ્તક્ષેપ વધારશે. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ બોર્ડે વિપક્ષ અને એનડીએના સહયોગી દળોને આ બિલનો વિરોધ કરવાની અપીલ કરી છે. 

મુસ્લિમ બોર્ડનો તર્ક
ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ બોર્ડનો તર્ક છે કે આ વક્ફ બોર્ડ બિલ માત્ર ભેદભાવપૂર્ણ જ નહીં પરંતુ તે બંધારણની કલમ 14. 25 અને 26 હેઠળ મૌલિક અધિકારોની જોગવાઈઓનો ભંગ કરે છે. 

વક્ફ બિલની તરફેણમાં સરકારનો તર્ક
ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકારનો  તર્ક છે કે આ બિલ વક્ફ સંપત્તિઓમાં પારદર્શકતા લાવશે, દુરઉપયોગ રોકશે, અને મુસ્લિમ મહિલાઓ તથા ગરીબોને ફાયદો કરાવશે. 

મોદી સરકાર એકજૂથ
આ બિલને પાસ કરાવવા માટે આખી મોદી સરકાર એકજૂથ છે. બિહાર એનડીએએ પણ હવે આ બિલના સમર્થનની જાહેરાત કરી છે. ભાજપ અને એનડીએના સહયોગી પક્ષ જેમ કે જેડીયુ અને ટીડીપી બિલના સમર્થનમાં છે. 

કોણ સાથે અને કોણ વિરોધમાં
કોંગ્રેસના નેતૃત્વવાળું વિપક્ષ આ બિલની વિરુદ્ધમાં છે. વિપક્ષે તો એક બેઠક સુદ્ધા બોલાવી અને લોકસભામાં તેના વિરુદ્ધ મતદાન કરવાના સમ ખાધા. કોંગ્રેસ, આરજેડી, ટીએમસી, ડીએમકી, AIMIM, સપા અને ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) તેનો વિરોધ  કરે છે. 

લોકસભામાં કોના કેટલા સાંસદ
લોકસભામાં એનડીએની પાસે 293 સાંસદોનું બહુમત છે. વિપક્ષી ઈન્ડિયા બ્લોક પાસે લોકસભામાં 233 સાંસદો છે. 

આજે વક્ફ  બિલને સદનના પટલ પર રજૂ કરાશે. આજે એટલે કે 2 એપ્રિલના રોજ લોકસભામાં તેને રજૂ કરાશે. સંખ્યા બળ પ્રમાણે જોઈએ તો મોદી સરકાર માટે રસ્તો સરળ છે. એનડીએ પાસે બહુમત હોવાથી તે પાસ થઈ શકે છે. પરંતુ રાજ્યસભામાં 115 સાંસદો સાથે સ્થિતિ થોડી નાજૂક છે. 

આ બિલ પર ચર્ચા માટે આઠ-આઠ કલાક ફાળવવામાં આવ્યા છે. એનડીએમાં ભાજપ બાદ ચાર સૌથી મોટા સાથી પક્ષો તેલુગુદેશમ પાર્ટી (ટીડીપી), જેડીયુ, શિવસેના (શિંદે જૂથ) અને લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)એ પોતાના સાંસદોને વ્હીપ બહાર પાડીને સરકારના પક્ષનું સમર્થન કરવા જણાવ્યું છે. બીજી બાજુ વિપક્ષે પણ પોતાના સાંસદોને વ્હીપ જારી કર્યું છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More