વક્ફ બિલ સંસદના બંને સદનોમાં પાસ થઈને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની મંજૂરી બાદ હવે કાયદો બની ગયો છે. પરંતુ આમ છતાં તેના પર બબાલ ઓછી થવાનું નામ નથી લેતી. કાયદો બની ગયા છતાં વિપક્ષી દળો હજુ પણ તેના વિરુધ્ધ મોરચો ખોલીને બેઠેલા છે. બંગાળમાં ટીએમસી (TMC) એ બિલ કે જે હવે કાયદો બની ગયો છે તેને લાગૂ કરવાની જ ના પાડી દીધી. જ્યારે કોંગ્રેસ શાસિત રાજ્યોએ પણ વક્ફ કાયદો લાગૂ ન કરવાનું જાહેરાત કરી છે. આ બિલનો વિરોધ કરનારા વિપક્ષી દળો વિરુદ્ધ હવે પીએમ મોદીએ પોતે મોરચો ખોલી દીધો છે.
પીએમ મોદીએ કોંગ્રેસને આડે હાથ લેતા કહ્યું કે દેશમાં મુસલમાનોની ખરાબ સ્થિતિ માટે કોંગ્રેસ પાર્ટી જવાબદાર છે. પીએમએ કહ્યું કે જો ખરેખર કોંગ્રેસને એટલી સહાનુભૂતિ હોય તો 50% ટિકિટ મુસલમાનોને આપે. પોતાની પાર્ટીના અધ્યક્ષ કોઈ મુસલમાનને બનાવે.
કોંગ્રેસ પર વરસી ગયા પીએમ મોદી, તાબડતોબ હુમલો કર્યો
પીએમ મોદીએ કહ્યું કે આજે મુસલમાન યુવાઓ પંચરનું કામ કરી રહ્યા છે અને સમુદાયની આ દુર્દશા માટે કોંગ્રેસ પાર્ટી જવાબદાર છે. પીએમએ કહ્યું કે, કોંગ્રેસને મુસલમાનો પ્રત્યે એટલી બધી સહાનુભૂતિ હોય તો કોઈ મુસ્લિમને પોતાની પાર્ટીના અધ્યક્ષ બનાવે. તેમને એ નથી કરવું કારણ કે તેમની નિયત ક્યારેય કોઈ પાર્ટીનું ભલું કરવાની રહી જ નથી. કોંગ્રેસે મુસ્લિમ સમુદાયનો ફક્ત ઉપયોગ કર્યો છે અને ક્યારેય તેમનું ભલું કર્યું નથી. ઉલ્ટું કોંગ્રેસના કારણે મુસલમાનોને ભારે નુકસાન થયું છે.
નવા વક્ફ કાયદાની પ્રશંસા કરતા પીએમ મોદીએ કહ્યું કે આ કાયદાથી મુસ્લિમ સમુદાયના લોકોનું ભલુ થશે. કોંગ્રેસની કુનિતિનું સૌથી મોટું પ્રમાણ વક્ફ બોર્ડ છે. ફક્ત કેટલાક કટ્ટરપંથીઓને ખુશ કરવા માટે કોંગ્રેસે મુસલમાનોનં તૃષ્ટિકરણ કર્યું. કોંગ્રેસની નીતિઓને કારણે મુસલમાનોનું ભલું થયું નથી. ઉલ્ટું આ સમુદાયમાં નિરક્ષરતા, ગરીબી અને બેરોજગારીનું સ્તર પહેલા કરતા વધ્યુ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે