Blast In Washing Machine: કપડાં ધોવા માટે લોકોએ ખુબ મહેનત કરવી પડે છે. આથી કોઈ સમજદાર અને મહાન વ્યક્તિએ વોશિંગ મશીનની શોધ કરી નાખી. જેનાથી લાઈફ તો સરળ બની પરંતુ અનેકવાર નાનકડી ભૂલ પણ ખુબ નુકસાન પહોંચાડી દે છે. જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે કેવી રીતે એક વોશિંગ મશીનમાં જબરદસ્ત વિસ્ફોટ થાય છે.
રૂમમાં વોશિંગ મશીન
વાત જાણે એમ છે કે હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે. ઈન્ટરનેશનલ મીડિયા રિપોર્ટ્સ મુજબ આ ઘટના સ્પેનની હોવાનું કહેવાય છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક રૂમમાં વોશિંગ મશીન છે અને તે ચાલુ છે. તેમાં કેટલાક કપડાં છે. આથી તેની સ્વિચ ઓન પણ જોવા મળી રહી છે.
ભયંકર વિસ્ફોટ
તે સમયે એક વ્યક્તિ ત્યાંથી પસાર થાય છે. તે વ્યક્તિ દરવાજો ખોલીને રૂમની બહાર જાય છે અને બીજી જ પળે તે મશીનમાં એટલો મોટો અને ભયંકર વિસ્ફોટ થાય છે કે જોનારાના રૂવાંડા ઊભા થઈ જાય. આ વિસ્ફોટ એવા સમયે થયો જ્યાં વ્યક્તિ એ રૂમમાંથી બહાર નીકળી ગયો હતો. જો તે રૂમમાં હોત તો કદાચ અનહોની થઈ શકી હોત.
Someone didn't check their pockets pic.twitter.com/MjpK5mPba7
— OnlyBangers (@OnlyBangersEth) April 2, 2023
ચીને ભારતના આ રાજ્યના 11 સ્થળોના નામ બદલીને યાદી જાહેર કરી, ભારતની આકરી પ્રક્રિયા
દુલ્હને Whatsapp પર વરરાજાને મોકલ્યો આવો મેસેજ, વાંચીને ધ્રૂસકે-ધ્રૂકકે રડવા લાગ્યો
મેડિકલ બિલ જોઈ હવે નહીં થાય હાલત ખરાબ!, સરકારે 651 જરૂરી દવાઓના ભાવ ઘટાડ્યા
એવું કહેવાય છે કે જે કપડાં મશીનમાં નાખવામાં આવ્યા હતા તેમાં કઈંક સામાન રહી ગયો હતો અને આ સામાનના કારણે મશીનમાં ગડબડી શરૂ થઈ ગઈ. જેના લીધે વિસ્ફોટ થયો. પહેલા તો તેણે કપડાં મશીનમાંથી બહાર ફેંક્યા અને ત્યારબાદ બીજી જ પળે વિસ્ફોટ થઈ ગયો. જો કે એ વાતની પુષ્ટિ નથી થઈ કે મશીનમાં પડેલા કપડાંમાં શું સામાન હતો. પરંતુ આ વીડિયો લોકો માટે એક પાઠ જરૂર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે