નવી દિલ્હી: કહેવાય છે કે જ્યાં ભગવાન ન પહોંચી શકે ત્યાં ભગવાને માતાનું સર્જન કર્યું છે. માતાની શીતળ છાયામાં છોકરાઓ કોઈ પણ વિધ્નથી દૂર રહીને ઉછરે છે. એક માતા પોતાના બાળકો માટે ગમે તે સમસ્યાની સામે ઊભી રહી જાય છે. પરંતુ જ્યારે આ માતાના મોતનું નિમિત તેનો જ પુત્ર બને ત્યારે શું હાલત થાય.
આવો જ કઈંક દિલ્હીના દ્વારકા વિસ્તારમાં 15મી માર્ચના રોજ બનાવ સામે આવ્યો. બપોરે લગભગ 12.30 વાગે એક એવી શરમજનક ઘટના ઘટી કે જોનારાના કાળજા કંપી જાય. રણવીર નામના વ્યક્તિએ પોતાની વૃદ્ધ માતા અવતાર કૌરને પરસ્પર વિવાદને પગલે એવો તે જોરદાર લાફો માર્યો કે બીચારી વૃદ્ધ માતાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું.
જુઓ ઘટનાનો હચમચાવી નાખે તેવો video
પોલીસે આ કળિયુગી પુત્રની ધરપકડ કરી લીધી છે. પુત્ર રણવીરે જ્યારે માતાને લાફો માર્યો તે ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ. આ ઘટનાનું સીસીટીવી ફૂટેજ હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યું છે. લોકો આ કળિયુગી પુત્ર પર ફિટકાર વરસાવી રહ્યા છે.
BJP સાંસદનું દિલ્હીમાં શંકાસ્પદ સ્થિતિમાં મૃત્યુ, ભાજપની સંસદીય દળની બેઠક રદ
Corona Update: કોરોનાના નવા કેસમાં તોતિંગ ઉછાળો, આ શહેરમાં વાયરસના પ્રકોપના કારણે લેવાયો મોટો નિર્ણય
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે