Home> India
Advertisement
Prev
Next

એરપોર્ટ પર PPE કિટ પહેરી પત્નીએ કર્યો ધમાકેદાર ડાન્સ, જોતો રહી ગયો પતિ- જુઓ Video

દરરોજ ફેલાતા કોરોના વાયરસના સંક્રમણને અવગણી શકતા નથી. પરંતુ આપમે ખુશ રહેવા માટે કેટલાક બહાના શોધી કાઢીએ છીએ. ઘણી વખત એવી ક્ષણો પણ સામે આવે છે જ્યારે ન ઇચ્છા હોવ તો પણ હસવું પડે છે

એરપોર્ટ પર PPE કિટ પહેરી પત્નીએ કર્યો ધમાકેદાર ડાન્સ, જોતો રહી ગયો પતિ- જુઓ Video

નવી દિલ્હી: દરરોજ ફેલાતા કોરોના વાયરસના સંક્રમણને અવગણી શકતા નથી. પરંતુ આપમે ખુશ રહેવા માટે કેટલાક બહાના શોધી કાઢીએ છીએ. ઘણી વખત એવી ક્ષણો પણ સામે આવે છે જ્યારે ન ઇચ્છા હોવ તો પણ હસવું પડે છે. દેશના ઘણા ભાગોમાં લોકડાઉન લાગ્યું છે અને લોકો પોતાના ઘરોથી ઓછા બહાર નીકળી રહ્યા છે. ત્યારે જે પણ લોકો જરૂરી કામના કારણે બહાર નીકળી રહ્યા છે. તેઓ ખાસ ખ્યાલ રાખતા હોય છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

fallbacks

પતિને જોઇને યુવતીએ એરપોર્ટ પર ડાન્સ કર્યો
ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક મહિલા PPE કિટ પહેરી યાત્રીઓને હસાવવા માટે ડાન્સ કરે છે. પતિના એરપોર્ટ આવતા જ તે એટલી ખુશ થઈ જાય છે કે, પીપીઈ કિટમાં ધમાકેદાર ડાન્સ કરવા લાગે છે. વીડિયો જોયા બાદ એવું જાણવા મળી રહ્યું છે કે, પીપીઈ કિટમાં તે શખ્સ કોરોના વાયરસના ભયને ઓછો કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે.

આ પણ વાંચો:- કર્ણાટક અને ગોવામાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત, બધું 15 દિવસ માટે રહેશે બંધ

પાર્ટનરના આવતા જ ઝૂમી ઉઠી છોકરી
આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર ઇન્ડિયન બ્રાઇડલ બ્લોગ દ્વારા તેના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. જો તમે આ વીડિયો દ્વારા અંદાજો લગાવવામાં આવે તો આ એક કપલ છે. જે તેના પતિને પાછા આવવાની ખુશી પર ડાન્સ કરવા લાગે છે.

તે એટલી ખુશ છે કે તેને જોયા પછી તેણે એરપોર્ટ પર જ ડાન્સ કરવાનું શરૂ કરી દીધું હતું. આ વીડિયો લગભગ 2 લાખ લોકો જોઇ ચૂક્યા છે અને લોકો તેના પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More