Home> India
Advertisement
Prev
Next

Viral Video: 'કચા બદામ'વાળાને પણ પછાડે એવા છે આ કાકા, જુઓ નમકીન વેચવાની ગજબ સ્ટાઈલનો વીડિયો

Viral Video: આ વીડિયોમાં જોઈ શકાય છે કે વૃદ્ધ બજાજ ચેતક સ્કૂટર પર બેઠા છે ત્યારે એવી સ્ટાઈલમાં નમકીન વેચી રહ્યા છે કે જોઈને કોઈપણ તેમના ફેન થઈ જશે.

Viral Video: 'કચા બદામ'વાળાને પણ પછાડે એવા છે આ કાકા, જુઓ નમકીન વેચવાની ગજબ સ્ટાઈલનો વીડિયો

Viral Video: સોશિયલ મીડિયામાં છેલ્લા કેટલાક દિવસથી એકથી એક ચઢિયાતા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. પરંતુ તેમાં કચા બદામવાળા ચાચાજી પણ ખુબ ચર્ચા રહ્યા હતા. તેમની મગફળી વેચવાની સ્ટાઈલ લોકોને એટલી પસંદ આવી કે તેમને સ્ટાર બનાવી દીધા. કચા બદામવાળા ભુવને ત્યારબાદ ઘણા મોટા યુટ્યૂબ સ્ટાર્સ સાથે પણ કામ કર્યું અને સારી આવક કરી. જોકે, હાલ સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ છે તેને જોઈ ભુવનના કચા બદામ પણ ભૂલી જશો.

fallbacks

નમકીન વેચવાની ગજબ સ્ટાઈલ
વાયરલ વીડિયોમાં જોવા મળતા કાકા એવી સ્ટાઈલમાં ગાઈને નમકીન વેચી રહ્યા છે કે કોઈપણ તેમના ફેન થઈ જશે. આ વીડિયોમાં તેમની નમકીન વેચવાની રીત એટલી રમૂજી અંદાજ અને અલગ છે કે જોઈને ખુશ થઈ જશો. વાયરલ થઈ રહેલો આ વીડિયો લગભગ 45 સેકન્ડનો છે. તેમાં જોઈ શકો છો કે, કાકા બજાજ ચેતક સ્કૂટર પર બેઠા છે અને તેમના માથા પર વેસ્ટર્ન સ્ટાઈલની ટોપી છે. ત્યારે તેઓ તેમના મોઢામાંથી એવો અવાજ કાઢે છે જેમ કે કોઈ મ્યૂઝિકલ ઇક્વિપમેન્ટ વગાડી રહ્યું હોય.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by GiDDa CoMpAnY (@giedde)

નમકીન વેચતા કાકાની આ સ્ટાઈલ જોઈ કોઈપણ કચા બદામવાળા ભુવનની સ્ટાઈલ ભૂલી જશે. વીડિયો ઇન્સ્ટાગ્રામ પર giedde નામના પેજ પર પણ અપલોડ કરવામાં આવ્યો છે. જે લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More