Home> India
Advertisement
Prev
Next

ટૂંક સમયમાં 12 રુટ પર વોટર ટેક્ષી અને 4 નવા રુટ પર રોપેક્સ સર્વિસ થશે શરૂ

અત્યારે ભઉચા ઢક્કા (ફેરી વ્હોર્ફ)થી માંડવા (અલીબાગ) સુધી રોપેક્સ (રોલ-ઓન/રોલ-ઓફ પેસેન્જર) ફેરી સર્વિસ સફળતાપૂર્વક ચાલી રહી છે, જેના પગલે જળમાર્ગોનો ઉપયોગ થવાથી 110 કિલોમીટરની માર્ગની સફર ઘટીને આશરે 18 કિલોમીટરની થઈ છે.

ટૂંક સમયમાં 12 રુટ પર વોટર ટેક્ષી અને 4 નવા રુટ પર રોપેક્સ સર્વિસ થશે શરૂ

મુંબઇ: રાજ્ય કક્ષાના કેન્દ્રીય બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રી (સ્વતંત્ર હવાલો) મનસુખ માંડવિયા (Mansukh Mandaviya) ની અધ્યક્ષતામાં મહારાષ્ટ્ર (Maharashtra) ના મુંબઈ (Mumbai) માટે શહેરી જળ પરિવહન પ્રોજેક્ટની સમીક્ષા કરવા માટે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ, મુંબઈ પોર્ટ(Mumbai Port) ના અધ્યક્ષ અને મહારાષ્ટ્ર (Maharashtra) મેરિટાઇમ બોર્ડના અધિકારીઓ તથા અન્ય હિતધારકો ઉપસ્થિત રહ્યાં હતાં.

fallbacks

પર્યાવરણને અનુકૂળ જળ પરિવહનને પ્રોત્સાહન આપવા તથા મુંબઈ (Mumbai) મહાનગરના ગીચ માર્ગો પર ટ્રાફિક લોડ ઘટાડવા રોપેક્સ ફેરી સેવાઓ માટે 4 નવા રુટ અને વોટર ટેક્ષીના 12 નવા રુટની યોજના બનાવવામાં  આવી છે. આ તમામ રુટ ડિસેમ્બર, 2021 સુધીમાં કાર્યરત થશે.

અત્યારે ભઉચા ઢક્કા (ફેરી વ્હોર્ફ)થી માંડવા (અલીબાગ) સુધી રોપેક્સ (રોલ-ઓન/રોલ-ઓફ પેસેન્જર) ફેરી સર્વિસ સફળતાપૂર્વક ચાલી રહી છે, જેના પગલે જળમાર્ગોનો ઉપયોગ થવાથી 110 કિલોમીટરની માર્ગની સફર ઘટીને આશરે 18 કિલોમીટરની થઈ છે. પરિણામે દરરોજ અવરજવર કરતા લોકો માટે પ્રવાસનો સમય આશરે 3થી કલાકમાંથી ઘટીને ફક્ત એક કલાક થઈ ગયો છે. આ ફેર સર્વિસના વિવિધ લાભો મળ્યા પછી મુંબઈમાં અન્ય વિવિધ રુટ પર આ જ પ્રકારની સેવાઓની યોજનાઓને કાર્યરત કરવામાં આવશે. નવા રુટની વિગતો નીચે મુજબ છેઃ
fallbacks

No description available.
રોપેક્સ ફેરીના 4 નવા રુટ અને વોટર ટેક્ષીના 12 રુટની શરૂઆત મુંબઈમાં દરરોજ અવરજવર કરતા લોકો માટે મોટા આશીર્વાદરૂપ પુરવાર થશે. એના પરિણામે પ્રદૂષણમુક્ત, શાંત અને સમય બચાવતી સફરની તક મળશે તેમજ પ્રવાસનો સમય અને કાર્બનના ઉત્સર્જનમાં નોંધપાત્ર રીતે ઘટાડો થશે. વળી મુંબઈ મહાનગરના વિવિધ પટ્ટાઓ પર સતત વધી રહેલા પ્રવાસીઓ અને દરરોજ અવરજવર કરતાં લોકોની જરૂરિયાત પણ પૂર્ણ થશે.

રાજ્ય કક્ષાના કેન્દ્રીય બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, નવા જળમાર્ગીય રુટ્સ કાર્યરત કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જળમાર્ગોની ક્ષમતાનો ઉપયોગ કરવાની અને દેશના આર્થિક વિકાસ સાથે તેને સંકલિત કરવાની દિશામાં એક મોટું પગલું છે. એનાથી દરિયાકિનારો ધરાવતા તમામ રાજ્યોમાં અન્ય અનેક રુટ પર આ પ્રકારની રોપેક્સ સેવાઓ અને વોટર ટેક્ષી સેવાઓની ઇકોસિસ્ટમ અને નેટવર્ક ઊભું કરવા નવી તકો અને નવા વિકલ્પો ઊભા થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More