Home> India
Advertisement
Prev
Next

'અમે આતંકી કેમ્પો બરબાદ કરી નાખીશું, PAK નહીં માને તો તેને તેના ઘરમાં જ ખતમ કરી દઈશું'

જમ્મુ અને કાશ્મીર (Jammu Kashmir)ના રાજ્યપાલ સત્યપાલ મલિકે આજે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું કે અમે આતંકી કેમ્પોને બરબાદ કરી નાખીશું અને જો તેઓ (પાકિસ્તાન) સુધરશે નહીં તો અમે અંદર સુધી જઈશું. આ સાથે જ તેમણે  કહ્યું કે હું રાજ્યના લોકોને કહેવા માંગુ છું કે એક તારીખથી નવું કાશ્મીર હશે જેમાં તેઓ પોતાની ભાગીદારી આપે અને પોતાના રાજ્યને આગળ વધારે. રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું કે હું યુવા પેઢીને અપીલ કરવા માંગુ છું કે તેઓ પોતાના રાજ્યની પ્રગતિ માટે  કામ કરે. 

'અમે આતંકી કેમ્પો બરબાદ કરી નાખીશું, PAK નહીં માને તો તેને તેના ઘરમાં જ ખતમ કરી દઈશું'

નવી દિલ્હી/શ્રીનગર: જમ્મુ અને કાશ્મીર (Jammu Kashmir)ના રાજ્યપાલ સત્યપાલ મલિકે આજે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું કે અમે આતંકી કેમ્પોને બરબાદ કરી નાખીશું અને જો તેઓ (પાકિસ્તાન) સુધરશે નહીં તો અમે અંદર સુધી જઈશું. આ સાથે જ તેમણે  કહ્યું કે હું રાજ્યના લોકોને કહેવા માંગુ છું કે એક તારીખથી નવું કાશ્મીર હશે જેમાં તેઓ પોતાની ભાગીદારી આપે અને પોતાના રાજ્યને આગળ વધારે. રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું કે હું યુવા પેઢીને અપીલ કરવા માંગુ છું કે તેઓ પોતાના રાજ્યની પ્રગતિ માટે  કામ કરે. 

fallbacks

હરિયાણા ચૂંટણી: દુષ્યંત ચૌટાલા ટ્રેક્ટર પર તો CM ખટ્ટર સાઈકલ ચલાવી મત આપવા પહોંચ્યા

રાજ્યપાલ મલિકે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે  જંગ ખરાબ વસ્તુ છે અને પાકિસ્તાને એ જાણી લેવું જોઈએ કે તેણે કેવો વ્યવહાર કરવાનો છે. આ સાથે જ તેમણે કહ્યું કે જો પાકિસ્તાન પોતાની રીતે નહીં ચેતે તો કાલે જે પણ થયું, અમે તેનાથી પણ વધુ આગળ જઈશું. હકીકતમાં તેમનો ઈશારો જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાન દ્વારા સંઘર્ષ વિરામના ભંગ બાદ ભારતીય સેનાની જવાબી કાર્યવાહીમાં પીઓકેમાં 4 આતંકવાદી લોન્ચ પેડ્સને નિશાન સાધવા અને ભારે સંખ્યામાં આતંકવાદીઓના ખાત્મા તરફ હતો. 

જુઓ LIVE TV

આર્મી ચીફ બિપિન રાવતે પોતે જાણકારી આપી હતી કે અમને સૂચના મળી હતી કે કેરન, તંગધાર અને નૌગામ સેક્ટરોમાં પીઓકે વિસ્તારોમાં આતંકવાદી શિબિરો ચાલી રહ્યાં છે. તેમને નિશાન બનાવવામાં આવ્યાં અને આ હુમલામાં 6થી 10 પાકિસ્તાની જવાનો માર્યા ગયાં. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More