ભારતમાં આ વર્ષે સમય કરતા પહેલા ચોમાસાએ દસ્તક આપી છે. દેશના અનેક રાજ્યોમાં તો પહેલેથી જ વરસાદ વરસી રહ્યો છે. આ ઉપરાંત હવામાન વિભાગે દેશના અનેક ભાગોમાં આંધી તોફાન, ભારે પવન અને વરસાદનું એલર્ટ પણ આપ્યું છે. આ બધા વચ્ચે કેરળ અને મહારાષ્ટ્રમાં તો ચોમાસાએ પહેલા જ દસ્તક દઈ દીધી છે. દર વર્ષે દેશમાં ચોમાસુ 1 જૂન કે પછી ત્યારબાદ શરૂ થતું હતું. પરંતુ આ વખતે 23 મેથી એટલે કે 8 દિવસ વહેલું ચોમાસુ બેસી ગયું છે. ભારતમાં સમચ પહેલા ચોમાસુ શરૂ થવાના કારણો કયા તે પણ જાણો.
સમય પહેલા ચોમાસુ બેસવાના કારણો
દેશમાં સમય પહેલા ચોમાસુ આવવાના કારણો હવામાન અને ક્લાઈમેટ સિસ્ટમ સાથે જોડાયેલા છે. જેમાં સમુદ્રી સપાટીનું તાપમાન, મૌસમી પવનનો વ્યવહાર, મૈડેન-જૂલિયન ઓસિલેશન, અલ નીનો/લા નીનોનો પ્રભાવ, વાયુમંડળીય દબાણ, અને જળવાયુ પરિવર્તનમાં ફેરફાર શામેલ છે. હવે તે વિસ્તૃત રીતે સમજીએ.
સમુદ્રી સપાટીનું તાપમાન (SST)
જ્યારે અરબ સાગર અને બંગાળની ખાડીમાં સમુદ્રી સપાટીનું તાપમાન નોર્મલ કરતા વધુ થઈ જાય ત્યારે આવામાં ચોમાસુ જલદી શરૂ થઈ શકે છે. કારણ કે સમુદ્રી સપાટીનું તાપમાન પવનમાં ભેજનું પ્રમાણ વધારે છે. જેનાથી ચોમાસા માટે અનુકૂળ પરિસ્થિતિઓ બને છે.
મૌસમી પવનનો વ્યવહાર
ચોમાસાની મોટાભાગની નિર્ભરતા દક્ષિણ-પશ્ચિમી વાયરા પર રહે છે. આથી જ્યારે પણ જેટ સ્ટ્રીમ કે પછી અન્ય વૈશ્વિક વાયરા સમય પહેલા દક્ષિણ તરફ ખસે છે ત્યારે ચોમાસાની શરૂઆત જલદી થઈ શકે છે.
અલ નીનો(El Niño) અને લા નીના(La Niña) નો પ્રભાવ
લા નીનાની સ્થિતિ ભારતમાં ચોમાસાને મજબૂત અને જલદી લાવી શકે છે.
મૈડેન-જુલિયન ઓસિલેશન(MJO)
જ્યારે હિન્દ મહાસાગરમાં વાદળો ભેગા થાય છે ત્યારે તે વરસાદને પ્રભાવિત કરે છે. આ એક પ્રકારની વૈશ્વિક મૌસમી ઘટના છે. જો MJO નો એક્ટિવ ફેઝ સમય પહેલા શરૂ થાય તો ચોમાસાની શરૂઆત પણ જલદી થઈ શકે છે.
વાયુંડળીય દબાણમાં ફેરફાર
જ્યારે ભારતીય ઉપમહાદ્વીપ પર દબાણનું ક્ષેત્ર ઘટી જાય ત્યારે તેનાથી ચોમાસાની શરૂઆત જલદી થઈ શકે છે.
જળવાયુ પરિવર્તન
ધરતી પર ઝડપથી વધી રહેલા ગ્લોબલ વોર્મિંગના કારણે હવામાનની પેટર્નમાં ફેરફાર થઈ રહ્યો છે. જેનાથી તાપમાનમાં વધારો અને વરસાદની પેટર્ન પ્રભાવિત થઈ રહ્યા છે. તેનાથી પણ સમય કરતા પહેલા ચોમાસુ આવી શકે છે.
અત્રે જણાવવાનું કે વર્ષ 2009માં પણ ચોમાસાની શરૂઆત સમય કરતા પહેલા થઈ હતી. 2009માં ચોમાસાએ 23મીમેના રોજ દસ્તક દીધી હતી. જેના પર ક્ષેત્રીય હવામાન વિજ્ઞાન કેન્દ્રના પ્રમુખ બી અમુધાએ જણાવ્યું કે દક્ષિણ પશ્ચિમ મોનસૂનના આધારે હાલ પૂર્વોત્તર મોનસૂનના પ્રદર્શન વિશે કશું પણ કહી શકાય નહીં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે