નવી દિલ્હીઃ અરબ સાગરમાં શરૂ થયેલા ચક્રવાતી તોફાન તૌકતે ગુજરાતમાંથી નિકળી હવે રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે. તેની ગતિ ધીમી પડવા લાગી છે. તે મંગળવારે મોડી રાત્રે રાજસ્થાન પહોંચી જશે. આ દરમિયાન 40-50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. હવામાન વિભાગ પ્રમાણે ઉદયપુર અને જોધપુરના વિસ્તારમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.
રાજસ્થાનમાં ભારે વરસાદની આશંકા
તોફાન તૌકતે ગુજરાત બાદ હવે રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે. હવે વાવાઝોડાની ગતિ ધીમી પણ પડી છે. તેથી પવનની ગતિ ઓછી રહેવાની છે. આ સમય દરમિયાન રાજસ્થાનમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર રાધેશ્યામ શર્માએ જણાવ્યુ કે, સિસ્ટમના પ્રભાવને કારણે મંગળવારે મોડી રાતથી બુધવારે સવાર વચ્ચે બાંસવાડા, ભીલવાડા, ચિતૌડગઢ, ડૂંગરપુર, પ્રતાપગઢ, રાજસમંદ, સિરોહી, ઉદયપુર, જાલૌર અને પાલીમાં ભારે વરસાદ થઈ શકે છે. આ સિવાય જયપુર, અજમેર, કોટા અને ભરતપુર વિસ્તારના ઘણા જિલ્લામાં બુધવારે બપોરે અને મોડી સાંજે વરસાદનું અનુમાન છે.
Viratnagar, Kotputli, Khairthal, Bhiwari, Mahandipur Balaji, Mahawa, Nadbai, Nagaur, Alwar, Bharatpur, Deeg (Rajasthan) during next 2 hours. pic.twitter.com/F9ZPF6VS54
— India Meteorological Department (@Indiametdept) May 18, 2021
દિલ્હીમાં બે દિવસ વરસાદની સંભાવના
દિલ્હીમાં પણ હવામાનમાં ફેરફાર આવશે. હવામાન વિભાગ પ્રામાણે વાદળોની અવરજવર વચ્ચે છૂટોછવાયા વરસાદની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગના પૂર્વાનુમાન પ્રમાણે 19-20 મેએ દિલ્હીમાં પ્રી-મોન્સૂન વરસાદની શક્યતા છે. દિલ્હીમાં આજે ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ તથા ગુરૂત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. હવામાન વિભાગને કારણે પશ્ચિમી વિક્ષોભને કારણે દિલ્હીમાં પ્રી-મોન્સૂન વરસાદની આગાહી છે.
આ પણ વાંચોઃ વાવાઝોડાની ગતિ ધીમી પડી, હવે રાજસ્થાન તરફ આગળ વધશે, જાણો તમામ માહિતી
આ રાજ્યોમાં પણ થઈ શકે છે વરસાદ
હવામાન પૂર્વાનુમાન એજન્સી સ્કાઈમેટ અનુસાર ગુજરાત અને ઉત્તરી મહારાષ્ટ્રના સમુદ્ર કિનારાના ઘણા સ્થળે વરસાદની સંભાવના છે. જ્યારે કેરલ, કોંકણ અને ગોવા, મધ્યપ્રદેશ, દક્ષિણ રાજસ્થાનના કેટલાક ભાગમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકેવ છે. આ સિવાય પૂર્વોત્તર ભારત, લક્ષદ્વીપ, આંતરિક તમિલનાડુ અને આંતરિક કર્ણાટકમાં કેટલીક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે પશ્ચિમી હિમાલય, છત્તીસગઢ, તેલંગણા, આંધ્ર પ્રદેશ અને અંડમાન-નિકોબાર દ્વીપ સમૂહના અલગ-અલગ વિસ્તારમાં વરસાદ થઈ શકે છે.
દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે