દક્ષિણી અને પશ્ચિમી રાજ્યોમાં ચોમાસુ એક્ટિવ થઈ ગયું છે. અનેક પશ્ચિમી રાજ્યો જેમ કે મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત અને ગોવામાં પણ ભારે વરસાદનો કહેર ચાલુ છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ભારે વરસાદના પગલે મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓ જેમ કે મુંબઈ, પુણે, સતારા અને રાયગઢમાં રેડ એલર્ટ જાહેર છે. જ્યારે ગુજરાતના પણ અનેક જિલ્લાઓમાંથી ભારે વરસાદના સમાચાર આવી રહ્યા છે. ઉત્તર ભારતમાં ચોમાસા વિશે હવામાન વિભાગે જણાવ્યું કે આગામી 3થી 4 દિવસમાં ચોમાસુ દસ્તક આપશે. હવામાન વિભાગે જણાવ્યું કે આગામી 24 કલાકમાં દિલ્હી-એનસીઆર આંધી તોફાન સાથે વરસાદ પડવાની શક્યતા છે. ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે.
હવામાન વિજ્ઞાન વિભાગે (IMD) જણાવ્યું કે 16થી 22 જૂન વચ્ચે કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત ક્ષેત્રમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. આઈએમડીએ 18 જૂનના રોજ તમિલનાડુ, પોંડીચેરી અને કરાઈકલમાં અલગ અલગ સ્થળો પર અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. 17 જૂનના રોજ કર્ણાટકના કાંઠા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે.
આઈએમડી મુજબ 20 જૂન સુધી ગુજરાત રાજ્ય, કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠાવાડામાં મોટાભાગના સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ, આંધી તોફાન, કડાકા ભડાકા અને 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની સંભાવના છે. આ ઉપરાંત 17 થી 19 જૂન દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં, 17મીએ સૌરાષ્ટ્ર અને કચ્છમાં અલગ અલગ સ્થળો પર વધુ વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગે 17 તારીખે આંદમાન અને નિકોબાર ટાપુઓમાં મોટાભાગના સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ, 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની સંભાવના વ્યક્ત કરી છે. આઈએમડીએ કહ્યું કે 20 જૂન સુધી પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢમાં અલગ અલગ સ્થળો પર ભારે વરસાદની શક્યતા છે. આજે વિદર્ભ, 19 અને 20 જૂને મધ્ય પ્રદેશ, પૂર્વ મધ્ય પ્રદેશમાં ભારે વરસાદની શક્યતા છે.
આઈએમડીએ 17 અને 18 જૂનના રોજ છત્તીસગઢ, ગંગીય પશ્ચિમ બંગાળ, 18 અને 19 જૂને બિહાર, ઉપ હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, ઝારખંડ તથા 18 જૂન સુધી ઓડિશામાં ભારે વરસાદની આશંકા જતાવી છે.
મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદનો કહેર
પશ્ચિમી રાજ્યોમાં બરાબર ચોમાસુ બેસી ગયું છે. હવામાન વિભાગે રાયગઢ, સતારા, મુંબઈમાં આગામી 16 કલાકમાં અલગ અલગ સ્થળો પર અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. મુંબઈ માટે ઓરેન્જ એલર્ટ જાહેર છે. મુંબઈમાં સવારે સતત વરસાદ પડ્યો જેનાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. કોંકણ અને મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદના કરાણે એક જૂનથી અત્યાર સુધીમાં કુલ 18 લોકોએ જીવ ગુમાવ્યા અને 65 લોકો ઘાયલ થયા છે.
બંગાળની ખાડીમાં હલચલ
હવામાન ખાતાએ જણાવ્યું છે કે ઉત્તર પશ્ચિમી બંગાળની ખાડી અને આસપાસના ક્ષેત્રોમાં એક સાઈક્લોનિક સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે. જે દક્ષિણ-પશ્ચિમ દિશા તરફ નમેલું છે. જેના કારણે ઉત્તરી આંધ્ર પ્રદેશના તટથી મોટા સ્તરે ભેજ અને અસ્થિરતા પેદા થઈ રહ્યા છે. કોંકણના કેટલાક જિલ્લાઓ, ખાસ કરીને દક્ષિણ ભાગો જેમ કે ગોવા, અને કર્ણાટક માટે આગામી બેથી ત્રણ દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર છે.
ઉત્તર ભારતમાં દસ્તક દેશે ચોમાસુ
હવામાન વિભાગે જણાવ્યું કે રવિવાર અને સોમવારે ઉત્તર પ્રદેશના અનેક ભાગોમાં પ્રી મોનસૂન વરસાદ પડ્યો. વરસાદના કારણે વેસ્ટર્ન યુપીમાં ભીષણ ગરમીથી રાહત મળી. હવામાન ખાતાએ રિપોર્ટ જારી કરતા જણાવ્યું કે પશ્ચિમી અને પ્રાયદ્વીપીય ભારતમાં મોનસૂન એક્ટિવ થઈ ગયું છે. ઉત્તર ભારતમાં ચોમાસુ જલદી પહોંચે તેવી શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું કે દિલ્હીમાં ચોમાસુ સામાન્ય રીતે 24-25 જૂને પહોંચે છે. પરંતુ આ વખતે એક અઠવાડિયું વહેલું પહોંચે તેવી શક્યતા છે.
ગુજરાત માટે આગાહી
હવામાન ખાતાના જણાવ્યાં મુજબ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની આગાહી સાથે ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. હવામાન વિભાગે 16 જૂને સત્તાવાર ચોમાસાની જાહેરાત કરી. વેરાવળ, ભાવનગર અને વડોદરાથી ચોમાસાનું આગમન થયું. રાજ્યમાં આજે માધ્યમથી ભારે વરસાદની પણ આગાહી. રાજ્યમાં આજે કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી. આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી. આજે કચ્છ, ગીર સોમનાથ અને જૂનાગઢમાં અત્યંત ભારે વરસાદની આગાહી. 18 થી 22 જૂન રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરાઈ છે. આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. પવનની ગતિ 25/35 કિમી પ્રતિકલાક ની રહે તેવી શક્યતા છે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે