Home> India
Advertisement
Prev
Next

ભયાનક તોફાન તબાહી મચાવવા માટે તૈયાર, 11 રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ, ઠંડી અંગે પણ IMD અપડેટ

દેશના હવામાને જબરદસ્ત પલટી મારી છે. ઠંડીએ કહેર મચાવવાનું શરૂ કરી દીધુ છે. ઉત્તર ભારત ગાઢ ધુમ્મસની ઝપેટમાં છે. દક્ષિણ ભારત અને પૂર્વોત્તર ભારતમાં આંધી તોફાન સાથે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આ અઠવાડિયે એક ચક્રવાતી તોફાનની પણ સંભાવના વ્યક્ત કરી છે. ત્રણ પહાડી રાજ્યોમાં બરફ વર્ષા થઈ રહી છે જેના કારણે સમગ્ર દેશમાં ઠંડા પવનો ફૂંકાય તેવી શક્યતા છે.

ભયાનક તોફાન તબાહી મચાવવા માટે તૈયાર, 11 રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ, ઠંડી અંગે પણ IMD અપડેટ

દેશના હવામાને જબરદસ્ત પલટી મારી છે. ઠંડીએ કહેર મચાવવાનું શરૂ કરી દીધુ છે. ઉત્તર ભારત ગાઢ ધુમ્મસની ઝપેટમાં છે. દક્ષિણ ભારત અને પૂર્વોત્તર ભારતમાં આંધી તોફાન સાથે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આ અઠવાડિયે એક ચક્રવાતી તોફાનની પણ સંભાવના વ્યક્ત કરી છે. ત્રણ પહાડી રાજ્યોમાં બરફ વર્ષા થઈ રહી છે જેના કારણે સમગ્ર દેશમાં ઠંડા પવનો ફૂંકાય તેવી શક્યતા છે. ડિસેમ્બર-જાન્યુઆરીના મહિનામાં લા નીનાના પ્રભાવથી ઉત્તર ભારતમાં સામાન્યથી વધુ ઠંડી પડવાની શક્યતા વૈશ્વિક હવામાન વિજ્ઞાન સંગઠન (WMO)એ જતાવી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ 28 નવેમ્બર સુધીની હવામાન અપડેટ જાહેર  કરેલી છે. જાણો આ અઠવાડિયે દેશમાં કેવો રહેશે હવામાનનો મિજાજ.

fallbacks

ક્યારે આવશે ચક્રવાતી તોફાન?
હવામાન વિભાગના રિપોર્ટ મુજબ પૂર્વી ભૂમધ્યરેખીય હિન્દ મહાસાગર અને તેની નજીક દક્ષિણ આંદમાન પર ઉપરી હવાવાળું સાઈક્લોનિક સર્ક્યુલેશન એક્ટિવ છે. જે સમુદ્રના મધ્ય ક્ષોભમંડળ સુધી ફેલાયેલું છે. તેના પ્રભાવથી ઓછા દબાણનું ક્ષેત્ર બનવાની સંભાવના છે. 23 નવેમ્બરના રોજ તે પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી તરફ આગળ વધવાની શક્યતા છે. આગામી 2 દિવસ દરમિયાન દક્ષિણ બંગળની ખાડીના મધ્ય ભાગોમાં એક ડિપ્રેશનનો એરિયા બની જશે. 

પૂર્વી ભૂમધ્યરેખીય હિન્દ મહાસાગર અને તેની નજીક દક્ષિણમાં સાઈક્લોનિક સર્ક્યુલેશનથી એક ટ્રફ રેખા બનેલી છે. આંદમાન સાગરથી મન્નારની ખાડી સુધી નીચલા અને મધ્ય ક્ષોભમંડળ સ્તરમાં ઊંચાઈની સાથે દક્ષિણ તરફ હવાનોનો ઝૂકાવ હોવાથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થયું છે. તેની અસરથી સમુદ્ર તટીય રાજ્યોમાં તોફાની પવન ફૂંકાવવાની સંભાવના છે અને ભારે વરસાદ થવાની ચેતવણી અપાઈ છે. 

આ રાજ્યોમાં વરસાદની આગાહી
હવામાન વિભાગના રિપોર્ટ મુજબ આજથી 28 નવેમ્બર સુધી દક્ષિણ ભારત અને પૂર્વોત્તર ભારતના રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની વકી છે. કેટલાક સ્થળો પર ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. કેરળ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, પુડુચેરી, આંદમાન નિકોબાર દ્વિપ સમૂહ, અસમ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, અને ત્રિપુરામાં વરસાદની સંભાવના છે. યનમ, માહે, કરાઈકલમાં પણ ક્યાંક કયાંક વરસાદ પડી શકે છે. 

ચક્રવાતી તોફાનની અસરથી 35 કિલોમીટર પ્રતિ કલાકથી 45 કિમી પ્રતિ કલાકની ઝડપથી તથા 55 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાવવાની શક્યતા છે. માછીમારોને અપીલ છે કે તેઓ કોમોરિન વિસ્તાર અને મન્નારની ખાડી, દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી, દક્ષિણ આંદમાન સાગર, દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી, શ્રીલંકા તટ અને તમિલનાડુ તટ પર જવાથી બચવું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More