Home> India
Advertisement
Prev
Next

બંગાળની ખાડીમાં ઉઠેલું ચક્રવાતી તોફાન કહેર મચાવી રહ્યું છે, ગુજરાત સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી

હવામાન વિભાગે આજે પણ મુંબઈમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. બંગાળની ખાડીમાં બનેલા સાઈક્લોનિક સર્ક્યુલેશનને કારણે ચક્રવાતી તોફાન કહેર મચાવી રહ્યું છે. ભારે પવન સાથે મૂસળધાર વરસાદ વરસી રહ્યો છે. 

બંગાળની ખાડીમાં ઉઠેલું ચક્રવાતી તોફાન કહેર મચાવી રહ્યું છે, ગુજરાત સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી

દેશમાં ચોમાસાની સીઝન તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. પરંતુ જતા જતા ચોમાસું તબાહી મચાવી રહ્યું છે. મુંબઈમાં 7 કલાક મૂસળધાર વરસાદ પડ્યો. હવામાન વિભાગે આજે પણ મુંબઈમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. બંગાળની ખાડીમાં બનેલા સાઈક્લોનિક સર્ક્યુલેશનને કારણે ચક્રવાતી તોફાન કહેર મચાવી રહ્યું છે. ભારે પવન સાથે મૂસળધાર વરસાદ વરસી રહ્યો છે. 

fallbacks

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ હોવાના કારણે દિલ્હી સહિત 10થી વધુ રાજ્યોમાં આંધી તોફાનના આવવાના અને ભારે વરસાદનું એલર્ટ રહેશે. બુધવારે ચંડીગઢ, ગુજરાત, ઉત્તર પ્રદેશ, પંજાબ, બિહાર, ઝારખંડ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડ્યો. જાણો આજે કેવું રહેશે હવામાન. 

મુંબઈમાં આજે રેડ એલર્ટ
હવામાન વિભાગે આજે મુંબઈ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આઈએમડીએ બુધવારે બપોરે મુંબઈ, થાણા અને રાયગઢ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું. જે સાંજ પડતા રેડ એલર્ટમાં ફેરવાઈ ગયું. આજે મુંબઈના અલગ અલગ સ્થળો પર વીજળી પડી શકે છે. ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. ક્યાંક ગાજવીજ સાથે ઝાપટાની વકી છે. આ ચેતવણી સાથે હવામાન વિભાગે લોકોને ઘરોની અંદર રહેવાની સલાહ આપી છે. 26 સપ્ટેમ્બરે પણ મધ્ય મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના એંધાણ છે. વાત જાણે એમ છે કે બંગાળની ખાડીમાં હળવા દબાણવાળું ચક્રવાત એક્ટિવ છે. ઉત્તર મહારાષ્ટ્રમાં ચોમાસાની વિદાયનો સમય છે જેનાથી મહારાષ્ટ્રમાં ભેજનું લેવલ પણ વધેલું છે આથી મરાઠાવાડા રીજનમાં આજે અને કાલે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. વિદર્ભ  વિસ્તારમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. 

આ રાજ્યોમાં પડશે વરસાદ
હવામાન વિભાગના જણાવ્યાં મુજબ આજે અને કાલે ગોવા, મહારાષ્ટ્ર, ગુજરાત, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, અસમ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, પૂર્વ યુપી, કોંકણ અને ગોવામાં ભારે વરસાદ પડી શકે છે. ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ મધ્ય પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, યુપી, કર્ણાટક, ઝારખંડ, ઓડિશામાં ભારે વરસાદનું યલ્લો  એલર્ટ રહેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More