નવી દિલ્હીઃ છેલ્લા 15 દિવસથી સમગ્ર ઉત્તર ભારતમાં ભીષણ ગરમી પડી રહી છે. દેશમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું 7 દિવસ મોડું આવ્યા પછી 8 જૂનના રોજ કેરળમાં પહોંચી ગયું છે. કેરળમાં પ્રથમ વરસાદની સાથે જ હવામાનમાં ઠંડક પ્રસરી ગઈ છે. ભારતીય હવામાન ખાતાની આગાહી અનુસાર મંગળવારે તિરૂવનંતપુરમ, કોઝિકોડમાં આજે પણ ધોધમાર વરસાદ પડવાની સંભાવના છે. વરસાદના આગમનની સાથે જ ભારતમાં 4 મહિનાની ચોમાસાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે.
પૂર્વત્તર ભારતમાં હવામાનની સ્થિતિ ચોમાસાની પેટર્ન મુજબ લગભગ અનુકૂળ બનેલી છે અને અહીં આગામી ત્રણ દિવસ સુધી હવામાન યથાવત રહેવાની સ્થિતી છે. એટલે કે, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત અને વિદર્ભમાં આગામી ત્રણ દિવસ સુધી ભીષણ ગરમી પડી શકે છે. જોકે, 'વાયુ' વાવાઝોડું બે દિવસમાં ગુજરાતના સમુદ્ર કિનારે ત્રાટકવાની સંભાવના છે. તેના કારણે રાજ્યના મોટાભાગના બંદરો પર રેડ એલર્ટ કરી દેવાયા છે.
#WATCH Light rain in Delhi brings respite from scorching heat pic.twitter.com/ziCjKXVHn3
— ANI (@ANI) June 11, 2019
હવામાન ખાતાની આગાહી અનુસાર દિલ્હીમાં 11 જુનથી 14 જુન સુધી તોફાની પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે. જેથી લોકોને ગરમીમાં રાહત મળી શકે છે. જોકે, 15 જૂનના રોજ લોકોને ફરી એક વખત ભીષણ ગરમીનો સામનો કરવો પડી શકે છે. મંગળવારે રાજધાનીમાં સવારથી જ ઠંડો પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી.
તમામ મંત્રાલયો માટે પંચવર્ષીય યોજના બનાવવા ટોચના અધિકારીઓને પીએમ મોદીનો આદેશ
ગુજરાત પર ત્રાટકશે 'વાયુ' વાવાઝોડું
આગામી 12-13 જુનના રોજ ગુજરાતના સૌરાષ્ટ્ર સમુદ્ર કિનારે 'વાયુ' વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે. આ વાવાઝોડાના કારણે અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટ સહિત સમુદ્રકિનારારાના વેરાવળ, ભુજ અને સુરતમાં વરસાદના હળવા ઝાપટા પડી શકે છે. ભારતીય હવામાન ખાતા અનુસાર 90-100 કિમી કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. અરબી સમુદ્રમાં ઉત્તરપૂર્વ વિસ્તારમાં તેની ઝડપ 115 કિમી પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે.
મુંબઈમાં વરસાદની સંભાવના
મુંબઈમાં મંગળવારે પણ હળવાથી ભારે વરસાદની આગાહી છે. મુંબઈ અને તેની આજુબાજુના વિસ્તારમાં 11થી 13 જુન સુધી હળવો વરસાદ પડવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. 14થી 17 જૂન દરમિયાન અહીં ધોધમાર વરસાદ પડવાની સંભાવના છે.
હવામાન ખાતાની 11 જૂનની આગાહી
જૂઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે