Home> India
Advertisement
Prev
Next

ગુજરાતમાં જળબંબાકાર પણ દેશના આ 10 રાજ્યો કોરાધાકોર, ચોમાસાને મહિનો પૂરો

Weather Update: દેશમાં ચોમાસાના આગમનને 1 મહિનો પૂરો થયો છતાં દેશના 10 રાજ્યમાં ન જોવા મળી મેઘમહેર

ગુજરાતમાં જળબંબાકાર પણ દેશના આ 10 રાજ્યો કોરાધાકોર, ચોમાસાને મહિનો પૂરો

Weather Update: દેશમાં ચોમાસું શરુ થયું તેને 1 મહિનાનો સમય થઈ ગયો છે. આમ છતાં દેશના 10 રાજ્યમાં હજુ સુધી મેઘમહેર થઈ નથી. જૂન મહિનામાં દર વર્ષની સરખામણીએ 11 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. જુલાઈમાં મહિનામાં હવામાન ખાતાની શું છે આગાહી? હાલમાં દેશના રાજ્યોમાં કેવો છે વરસાદી માહોલ? સંપૂર્ણ માહિતી વાંચો વિગતવાર આ અહેવાલમાં...દેશમાં ચોમાસાના આગમનને 1 મહિનો પૂરો થયો છતાં દેશના 10 રાજ્યમાં ન જોવા મળી મેઘમહેર...

fallbacks

અસમના મોરીગાંવમાં બ્રહ્મપુત્રાના પાણી ઘૂસ્યા. ગુવાહાટીમાં પાણી, ભગવાનની મૂર્તિ અડધી ડૂબી ગઈ અને રાંચીમાં પાણી ભરાયા તેમજ મુંબઈમાં હાઈટાઈડની અસર જોવા મળી રહી છે. જુલાઈના પહેલાં દિવસથી આખા દેશમાં ચોમાસું એક્ટિવ થઈ ગયું છેપરંતુ ગત વર્ષ કરતાં આ વર્ષે જૂન મહિનામાં 11 ટકા જેટલાં વરસાદની ઘટ સર્જાઈ છે. સામાન્ય રીતે જૂન મહિનામાં સરેરાશ 6.6 ઈંચ વરસાદ પડતો હોય છે. જોકે આ વર્ષે માત્ર 5.88 ઈંચ વરસાદ નોંધાયો.

આ વર્ષે જૂન મહિનામાં ઉત્તર-પૂર્વના 3 રાજ્યોમાં વરસાદની અછત જોવા મળી જેમાં નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમમાં સામાન્યથી ઓછો વરસાદ થયો છે. જ્યારે સિક્કિમ, અરૂણાચલ પ્રદેશ, અસમ અને ત્રિપુરામાં સામાન્ય વરસાદ નોંધાયો છે. 20 મોટા રાજ્યમાંથી માત્ર 4 રાજ્યમાં સામાન્ય કરતાં વધુ વરસાદ વરસ્યો છે. 10 રાજ્યમાં સામાન્ય અને 10માં સામાન્ય કરતાં ઓછો વરસાદ નોંધાયો છે.

હાલમાં દેશના અનેક રાજ્યોમાં ધોધમાર વરસાદ શરૂ ગયો છે. જેમાં ઉત્તર-પૂર્વના અસમ રાજ્યમાં અનરાધાર વરસાદથી બ્રહ્મપુત્રા નદી બેકાંઠે વહી રહી છે. જેના પાણી અસમના મોરીગાંવમાં ઘૂસી ગયા. જેના કારણે લોકોની મુશ્કેલીમાં ભારે વધારો થયો છે. લોકોના ઘર અને ખેતરોમાં નદીના પાણી ફરી વળ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More