Home> India
Advertisement
Prev
Next

Weather Forecast: આવતીકાલથી હવામાનમાં આવશે ભયંકર પલટો! ગાત્રો થીજવતી ઠંડી વચ્ચે વરસાદની આગાહી

આ વખતે એક સાથે બે ઋતુનો ચમકારો જોવા મળી રહ્યો છે. ભર શિયાળે દેશમાં અનેક જગ્યાએ વરસાદ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે શું આગાહી કરી છે તે ખાસ જાણો. આ ઉપરાંત ગુજરાતના હવામાન આગાહીના સમાચાર પણ ખાસ જાણો.

Weather Forecast: આવતીકાલથી હવામાનમાં આવશે ભયંકર પલટો! ગાત્રો થીજવતી ઠંડી વચ્ચે વરસાદની આગાહી

દેશભરના મોટાભાગના રાજ્યોમાં ગાત્રો થીજવી દેતી ઠંડી પડી રહી છે. ઉત્તર ભારતના રાજ્યોમાં ગાઢ ધુમ્મસની સાથે કોલ્ડવેવ ચાલુ છે. પંજાબ, હરિયાણા, ચંડીગઢ, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશમાં જ્યાં આજે ગાઢ ધુમ્મસ જોવા મળ્યું છે ત્યાં દિલ્હી એનસીઆરમાં કોલ્ડવેવે ધ્રુજાવી દીધા છે. હવામાન વિભાગે ક્યાંક કોલ્ડવેવ તો ક્યાંક વરસાદની આગાહી કરી છે. આ સાથે ગુજરાતમાં પણ શું છે હવામાન એલર્ટ તે ખાસ જાણો. 

fallbacks

ભારતીય હવામાન વિભાગે 14 જાન્યુઆરીથી હવામાનમાં પલટાની આગાહી કરી છે. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પંજાબની ઉપર એક્ટિવ થઈ રહ્યું છે. જેની અસરથી 14થી 16 જાન્યુઆરી વચ્ચે 15થી વધુ રાજ્યોમાં વરસાદ પડવાની શક્યતા છે. ક્યાંક ગાઢ ધુમ્મસ છવાઈ શકે છે. હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીરમાં બરફવર્ષા થવાના એંધાણ છે. પવનના કારણે દિલ્હી સહિત 18 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું. દિલ્હીમાં વિજિબિલિટી ઓછી હોવાથી 25 ટ્રેનો ફ્લાઈટ રદ થઈ. યુપીના મોટાભાગના શહેરોમાં ન્યૂનતમ તાપમાન 4થી 5 ડિગ્રી વચ્ચે રહ્યું. મધ્ય પ્રદેશમાં આંધી તોફાન સાથે વરસાદ પડ્યો. રાજસ્થાનમાં અનેક જગ્યાએ કરા પડ્યા. 

આ રાજ્યોમાં વરસાદ-કરાનું એલર્ટ
હવામાન વિભાગ (IMD)ના લેટેસ્ટ રિપોર્ટ મુજબ પંજાબની ઉપર સાઈક્લોનિક સર્ક્યુલેશન તરીકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થઈ રહ્યું છે. ઉત્તરી રાજસ્થાન અને આસપાસના મધ્ય ભાગો પર એક સાઈક્લોનિક સર્ક્યુલેશન એક્ટિવ છે. તેની અસરથી ઉત્તર-પશ્ચિમ  ભારત અને મધ્ય ભારતમાં છૂટોછવાયો વરસાદ અને કરા પડવાની શક્યતા છે. ઉત્તરાખંડ, ઉત્તર  પ્રદેશ, મધ્ય પ્રદેશમાં અલગ અલગ સ્થળો પર વીજળી પડવાની સાથે તોફાન આવવાની શક્યતા છે. 

ગાજવીજ અને વીજળી સાથે હળવો વરસાદ પડી શકે છે. આજે 13 જાન્યુઆરીના રોજ અરુણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, નાગાલેન્ડમાં વરસાદ પડી શકે છે. પૂર્વી શ્રીલંકા તટ અને તેની નજીક દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર એક સાઈક્લોનિક સર્ક્યુલેશન એક્ટિવ છે. જેની અસરથી 16 જાન્યુઆરી સુધી તમિલનાડુ, કેરળ, પુડુચેરી, માહે, કરાઈકલમાં વીજળી પડી શકે છે. હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. 

આ રાજ્યોમાં ધુમ્મસ-કોલ્ડવેવનું એલર્ટ
14 જાન્યુઆરીની રાતથી એક લેટેસ્ટ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર પશ્ચિમ ભારતને પ્રભાવિત કરી શકે છે. જેની અસરથી 16થી 18 જાન્યુઆરી વચ્ચે જમ્મુ કાશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, અને પૂર્વ રાજસ્થાનમાં વરસાદની આગાહી છે. 

16 જાન્યુઆરી સુધી પંજાબ, હરિયાણા, ચંડીગઢ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉપ હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, ઓડિશા, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં અલગ અલગ વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાઈ શકે છે અને કોલ્ડવેવની શક્યતા છે. 

હવામાન વિભાગે માછીમારોને સલાહ આપી છે કે દક્ષિણ શ્રીલંકાના તટો અને તેની નજીક દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી, મન્નારની ખાડી અને નજીકના કોમોરિન વિસ્તારમાં દરિયાકાંઠાઓથી દૂર રહો. 

ગુજરાતમાં કેવું રહેશે હવામાન
ગુજરાતમાં ઉત્તરાયણના એક દિવસ પહેલા ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. વહેલી સવારે બહાર નીકળતા લોકોએ તો તાપણું કરવાની ફરજ પડી. ઉતરાયણના દિવસે પણ પવન અને ઠંડી સારી રહે તે પ્રકારની શક્યતા છે. પતંગ રસિયાઓ માટે સારા સમાચાર છે. દિવસે આકાશ ખુલ્લું રહેવાની સાથે સારા પવનની આગાહી કરવામાં આવી છે. 12થી 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન. શનિવારે હવામાન ખાતાએ કહ્યું હતું કે પશ્ચિમ રાજસ્થાનમાં ઇન્ડ્યુસ સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય થતા વરસાદની આગાહી પણ છે. 

અંબાલાલ પટેલની આગાહી
આગાહીકાર અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી મુજબ 9- 15 જાન્યુઆરી સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ઠંડી રહી શકે છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં 15 તારીખ સુધી ઠંડી રહી શકે. તારાયણથી વાદળો આવી શકે છે. ઉત્તરાયણથી ઠંડી ઘટે જો કે પવન સારો રહેશે. સવારે 6 km/h પવન રહી શકે સવાર બાદ 10 થી 15 km/h રહી શકે. 22- 23 જાન્યુઆરી સુધી કેટલાક ભાગોમાં વરસાદ આવી શકે. 24 જાન્યુઆરીથી પુનઃ ઠંડીની શક્યતા રહે. 27 જાન્યુઆરીથી ફેબ્રુઆરી સુધીમાં  વાતાવરણમાં ફેરફાર થઇ શકે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More