Home> India
Advertisement
Prev
Next

Weather Update: આ રાજ્યોમાં આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, IMD એ અલર્ટ જાહેર કર્યું

હિમાચલ પ્રદેશમાં છેલ્લા 2 દિવસથી પડેલા ભારે વરસાદે ખુબ તબાહી મચાવી છે અને મૂસળધાર વરસાદના કારણે અચાનક આવેલા પૂરમાં અત્યાર સુધીમાં 14 લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે 500 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ભારતીય હવામાન  વિજ્ઞાન વિભાગ (IMD)એ આગામી 48 કલાક માટે હિમાચલ પ્રદેશના ચાર જિલ્લા માટે રેડ અલર્ટ  (Red Alert for Rain) અને આઠ જિલ્લામાં ઓરેન્જ અલર્ટ બહાર પાડી છે. 

Weather Update: આ રાજ્યોમાં આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, IMD એ અલર્ટ જાહેર કર્યું

સિમલા: હિમાચલ પ્રદેશમાં છેલ્લા 2 દિવસથી પડેલા ભારે વરસાદે ખુબ તબાહી મચાવી છે અને મૂસળધાર વરસાદના કારણે અચાનક આવેલા પૂરમાં અત્યાર સુધીમાં 14 લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે 500 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ભારતીય હવામાન  વિજ્ઞાન વિભાગ (IMD)એ આગામી 48 કલાક માટે હિમાચલ પ્રદેશના ચાર જિલ્લા માટે રેડ અલર્ટ  (Red Alert for Rain) અને આઠ જિલ્લામાં ઓરેન્જ અલર્ટ બહાર પાડી છે. 

fallbacks

ઉત્તરાખંડના  આ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી
ભારતીય હવામાન ખાતાએ ઉત્તરાખંડમાં 2 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. શુક્રવારે ઉત્તરકાશી, દહેરાદૂન, ટિહરી, પૌડી, નૈનીતાલ,  બાગેશ્વર, અને પિથૌરાગઢ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. જેને લઈને હવામાન ખાતાએ ઓરેન્જ અલર્ટ જાહેર કરી છે. આ ઉપરાંત શનિવાર અને રવિવાર માટે દહેરાદૂન, નૈનીતાલ, બાગેશ્વર અને પિથૌરાગઢમાં યલ્લો અલર્ટ જાહેર કરાઈ છે. અહીં ભારે વરસાદ પડી શકે છે. 

મધ્ય પ્રદેશના 15 જિલ્લા માટે ઓરેન્જ અલર્ટ
હવામાન ખાતાએ મધ્ય પ્રદેશના 15 જિલ્લામાં ભારે વરસાદની ઓરેન્જ અલર્ટ જાહેર કરી છે. રાજ્યના ટીકમગઢ, છતરપુર, સાગર, દતિયા, શિવપુરી, અનુપપુર, ડિંડોરી, નીમચ, મંદસૌર, રતલામ, બાલાઘાટ, મંડલા, શ્યોપુર, મુરૈના અને ભીંડ જિલ્લાઓના અલગ અલગ સ્થાનો પર ગરજ સાથે ભારે વરસાદ અને વીજળી પડવાની પડી સંભાવના છે. આ જિલ્લાઓમાં 64.5 મિમી થી 115.5 મિમી વચ્ચે વરસાદ પડી શકે છે. 

PoK માં ચૂંટણી પર ભારતે વ્યક્ત કર્યો વિરોધ, કહ્યું- ઇલેક્શન ગેરકાયદેસર, વિસ્તાર ખાલી કરે પાકિસ્તાન

રાજસ્થાનના આ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા
IMD એ રાજસ્થાનના અનેક જિલ્લાઓ માટે રેડ અને ઓરેન્જ અલર્ટ જાહેર કરતા ભારે વરસાદની ચેતવણી આપી છે. નાગૌર, સીકર, અને અજમેર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ (115 થી 204 મિમી) ની શક્યતા છે અને આ સ્થાનો માટે રેડ અલર્ટ જાહેર કરાઈ છે. જયપુર, ઝૂંઝૂનું, ટોંક, કોટા, ભીલવાડા, બારા, ચુરુ, અને ઝાલાવાડ જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતા છે. જેના માટે હવામાન ખાતાએ ઓરેન્જ અલર્ટ જાહેર કરી છે. 

7th Pay Commission: HBA નો ફાયદો લેનારા કેન્દ્રીય કર્મચારીઓ સાવધાન! નિયમ તોડનારા પર કાર્યવાહીની તૈયારી

સીએમ જયરામ ઠાકુર કરશે સ્થિતિની સમીક્ષા
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ બાદ લાહૌલના ટોજિંગ નાલામાં 10 અને કુલ્લુના બ્રહ્મગંગામાં 4 લોકો તણાઈ ગયા. ટોજિંગ નાળામાંથી 7 મૃતદેહો મળ્યા છે. જ્યારે 3ની શોધ ચાલુ છે. આ બાજુ કુલ્લુના બ્રહ્મગંગામાં આવેલા પૂરમાં ગૂમ થયેલા 4 લોકોની શોધ ચાલુ છે. લાહૌલ સ્પીતિના ઉદયપુરમાં ફસાયેલા પંજાબ અને હિમાચલના 50થી વધુ પર્યટકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવ્યા છે. મુખ્યમંત્રી જયરામ ઠાકુર આજે લાહૌલની હવાઈ મુલાકાત લેશે અને સ્થિતિની સમીક્ષા કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More