Home> India
Advertisement
Prev
Next

West Bengal Assembly Election: બંગાળમાં સાથે લડશે કોંગ્રેસ અને લેફ્ટ, ગઠબંધનને મળી મંજૂરી

West Bengal Assembly Election News Updates: આગામી વર્ષે યોજાનાર પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી  (West Bengal Assembly Election)માં કોંગ્રેસ અને લેફ્ટ એક સાથે મળીને ચૂંટણી લડશે. 
 

 West Bengal Assembly Election: બંગાળમાં સાથે લડશે કોંગ્રેસ અને લેફ્ટ, ગઠબંધનને મળી મંજૂરી

કોલકત્તાઃ આગામી વર્ષે યોજાનાર પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી  (West Bengal Assembly Election)માં કોંગ્રેસ અને લેફ્ટ એક સાથે મળીને ચૂંટણી લડશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પશ્ચિમ બંગાળ એકમના અધ્યક્ષ અધીર રંજન ચૌધરી (Adhir Ranjan Chowdhury)એ ગુરૂવારે આ વાતની જાહેરાત કરી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું, 'આજે કોંગ્રેસના મોવડીમંડળે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં લેફ્ટ પાર્ટીઓ સાથે ચૂંટણી ગઠબંધનને ઔપચારિક મંજૂરી આપી છે.'

fallbacks

બંગાળમાં 2021મા વિધાનસભા ચૂંટણી લઈને પશ્ચિમ બંગાળ કોંગ્રેસ અધ્યક્ષ અધીર રંજન ચૌધરીએ કહ્યુ હતુ કે, બંગાળમાં મમતા બેનર્જી અનેભાજપ બંન્નેને રોકવા માટે લેફ્ટ અને કોંગ્રેસમાં ગઠબંધન થવુ જોઈએ. તેવામાં ગુરૂવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ લેફ્ટ પાર્ટીઓ સાથે ચૂંટણી ગઠબંધનને ઔપચારિક મંજૂરી આપી છે. 

CM મમતા બેનરજીએ પહેલા કર્યો ડાન્સ, પછી કહ્યું- 'બંગાળને ગુજરાતમાં ફેરવી શકાશે નહીં'

2016મા સાથે લડ્યા હતા કોંગ્રેસ અને લેફ્ટ
મહત્વનું છે કે અધીર રંજન ચૌધરી પાર્ટીના અધ્યક્ષ હતા, જ્યારે વર્ષ 2016મા લેફ્ટ અને કોંગ્રેસે સાથે મળીને વિધાનસભા ચૂંટણી લડી હતી. પરંતુ 2019ની લોકસભા ચૂંટણીમાં અનેક પ્રયત્નો છતાં બંન્ને પાર્ટીઓ વચ્ચે ગઠબંધન થઈ શક્યું નહીં. 

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More