Home> India
Advertisement
Prev
Next

West Bengal Election 2021: મમતા બેનર્જીએ ખેલ્યું ઈમોશનલ કાર્ડ, કહ્યું- 'હું તૂટેલા પગ સાથે લડી શકું તો...'

પશ્ચિમ બંગાળ (West Bengal) ના પાટનગર કોલકાતામાં વ્હીલચેર પર બેસીને રેલી કર્યા બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) એ આજે પુરુલિયા (Purulia) માં જનસભા સંબોધી. પુરુલિયાના ઝાલદામાં જનસભાને સંબોધતા મમતા બેનર્જીએ ઈમોશનલ કાર્ડ ખેલ્યું અને બધાને એક સાથે આવવાની અપીલ કરતા કહ્યું કે આ લડવાનો સમય છે, સાથે આવો. જો હું તૂટેલા પગથી લડી શકું છું તો તમે કેમ ન લડી શકો.

West Bengal Election 2021: મમતા બેનર્જીએ ખેલ્યું ઈમોશનલ કાર્ડ, કહ્યું- 'હું તૂટેલા પગ સાથે લડી શકું તો...'

કોલકાતા: પશ્ચિમ બંગાળ (West Bengal) ના પાટનગર કોલકાતામાં વ્હીલચેર પર બેસીને રેલી કર્યા બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) એ આજે પુરુલિયા (Purulia) માં જનસભા સંબોધી. પુરુલિયાના ઝાલદામાં જનસભાને સંબોધતા મમતા બેનર્જીએ ઈમોશનલ કાર્ડ ખેલ્યું અને બધાને એક સાથે આવવાની અપીલ કરતા કહ્યું કે આ લડવાનો સમય છે, સાથે આવો. જો હું તૂટેલા પગથી લડી શકું છું તો તમે કેમ ન લડી શકો.

fallbacks

તમામના ઘરે રાશન પહોંચાડવામાં આવશે
મમતા બેનર્જી (Mamata Banerjee) એ જનસભાને સંબોધતા કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસની સરકાર રહેશે, તમને મફત રાશન મળતું રહેશે અને અમે તમારા ઘર સુધી રાશન પહોંચાડીશું. તમારે મે બાદ ખરીદી કરવા આવવાનું નથી. તેમણે વધુમાં કહ્યું કે અમારી પાસે એકમાત્ર કાયદો છે, જે ખેડૂતોના જબરદસ્તી જમીન સંપાદનને રોકી શકે છે. અહીં પાણીની કેટલીક સમસ્યા છે પરંતુ અમારી પાસે અનેક યોજના છે અને અમે તેને જલદી ઠીક કરી દઈશું. 

મમતા બેનર્જીનું ભાજપ પર નિશાન
જનસભામાં મમતા બેનર્જી (Mamata Banerjee) એ ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે ભાજપ સરકારે પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ અને કેરોસિનના ભાવ વધાર્યા છે. ઉજ્જવલા યોજના અધૂરી રહી ગઈ અને તેમણે કૌભાંડ કર્યું છે.  તેમણે વધુમાં કહ્યું કે તેમણે જીત બાદ 15 લાખ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. શું તમને પૈસા મળ્યા? મમતા બેનર્જીએ કહ્યું કે ભાજપ અને તેના સહયોગીઓને મત ન આપો. કોંગ્રેસને એક પણ મત ન આપો. ભાજપ-કોંગ્રેસ બધા ભાઈ-ભાઈ છે. 

મમતા બેનર્જીનું ઈમોશનલ કાર્ડ
મમતા  બેનર્જીએ કહ્યું કે ટીએમસીનું નેતૃત્વ આટલું નીચે કેમ છે? આ લડવાનો સમય છે, સાથે આવો. જો હું તૂટેલા પગ સાથે લડી શકું છું તો તમે કેમ ન લડી શકો. તેમણે વધુમાં કહ્યું કે મારા દર્દ કરતા ભયંકર દર્દ જનતાનું દર્દ છે. બંગાળની રક્ષા કરવી પડશે. 

પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં થશે મતદાન
અત્રે જણાવવાનું કે પશ્ચિમ બંગાળમાં 294 બેઠકો માટે 8 તબક્કામાં મતદાન થશે. રાજ્યમાં 27 માર્ચ, 1 એપ્રિલ, 6 એપ્રિલ, 10 એપ્રિલ, 17 એપ્રિલ, 22 એપ્રિલ, 26 એપ્રિલ અને 29 એપ્રિલના રોજ મતદાન થશે. જ્યારે ચૂંટણી પરિણામ 2 મેના રોજ થશે. પહેલા અને બીજા તબક્કામાં 30-30 સીટો, ત્રીજા તબક્કામાં 31 બેઠકો, ચોથા તબક્કામાં 44 બેઠકો, પાંચમા તબક્કામાં 45 બેઠકો, છઠ્ઠા તબક્કામાં 43 બેઠકો, સાતમા તબક્કામાં 36 બેઠકો અને આઠમા તબક્કામાં 35 બેઠકો પર મતદાન કરાવવામાં આવશે. 

West Bengal Election: Amit Shah એ મમતા બેનર્જી પર સાધ્યું નિશાન, કહ્યું- ગુંડાગીરીના કારણે અટક્યો બંગાળનો વિકાસ

Mamata Banerjee નો આ એક નિર્ણય માસ્ટર સ્ટ્રોક સાબિત થશે!, જાણો કેવી રીતે BJP ને થઈ શકે છે નુકસાન

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More