Home> India
Advertisement
Prev
Next

શ્રમિક ટ્રેન vs કોરોના એક્સપ્રેસ: સ્પષ્ટતા આપવા માટે મજબુર થયા મમતા બેનર્જી

પશ્ચિમ બંગાળ (West Bengal) ના મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee)એ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) નાં તે આરોપોને બુધવારે ફગાવી દીધા કે તેમણે શ્રમિક વિશેષ ટ્રેનોને કોરોના એક્સપ્રેસ કહી હતી. બેનર્જીએ કહ્યું કે, તેમણે પ્રવાસી શ્રમીકોને તેમનાં ગૃહરાજ્ય પહોંચાડનારી શ્રમિક વિશેષ ટ્રેનોને ક્યારે પણ કોરોના એક્સપ્રેસ નથી કહી. તેમણે કહ્યું કે, આ ટ્રેનોના લોકોએ આ નામ આપ્યું. 

શ્રમિક ટ્રેન vs કોરોના એક્સપ્રેસ: સ્પષ્ટતા આપવા માટે મજબુર થયા મમતા બેનર્જી

કોલકાતા : પશ્ચિમ બંગાળ (West Bengal) ના મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee)એ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) નાં તે આરોપોને બુધવારે ફગાવી દીધા કે તેમણે શ્રમિક વિશેષ ટ્રેનોને કોરોના એક્સપ્રેસ કહી હતી. બેનર્જીએ કહ્યું કે, તેમણે પ્રવાસી શ્રમીકોને તેમનાં ગૃહરાજ્ય પહોંચાડનારી શ્રમિક વિશેષ ટ્રેનોને ક્યારે પણ કોરોના એક્સપ્રેસ નથી કહી. તેમણે કહ્યું કે, આ ટ્રેનોના લોકોએ આ નામ આપ્યું. 

fallbacks

અલકાયદા ભારતમાં મોટા નેતા પર કરી શકે છે લોન વુલ્ફ એટેક: ગુપ્તચર એજન્સી

શાહે પશ્ચિમ બંગાળ માટે એક ડિઝિટલ રેલીને સબોધિત કરતા મંગળવારે આરોપ લગાવ્યો હતો કે, બેનર્જીએ શ્રમિક ટ્રેનોને કોરોના એક્સપ્રેસ કહીને આ ટ્રેનો દ્વારા રાજ્ય પરત ફરનારા પ્રવાસી શ્રમીકોનું અપમાન કર્યું છે. શાહે કહ્યું કે, પ્રવાસી શ્રમિક 2021નાં વિધાનસભા ચૂંટણીમાં તેમની સરકારની રવાનગી સુનિશ્ચિત કરશે. 

ઇન્ડિયન આર્મી લડાયક મોડમાં 4 દિવસાં 14 આતંકવાદી ઠાર મરાયા

બેનર્જીએ બુધવારે પત્રકારોને કહ્યું કે, 11 લાખથી વધારે પ્રવાસી બંગાળ પરત ફર્યા છે. મે ક્યારે પણ પ્રવાસી વિશેષ ટ્રેનોને કોરોના એક્સપ્રેસ નથી કહી. આ સામાન્યલોકો હતા જેમણે આ ટ્રેનોને આ નામ આપ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે, આ મુદ્દે રાજકારણ ગરમાયા બાદ મમતા બેનર્જી બચાવના મોડમાં આવી ગયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More