Home> India
Advertisement
Prev
Next

ED Raid: Kolkata માં ખાટલા નીચે સંતાડેલા 7 કરોડ રૂપિયા પકડી ED એ 'પથારી ફેરવી દીધી'

ઇડી ઓફિસરને ખાટલા નીચેથી પ્લાસ્ટિકના પેકેટમાં લપેટેલી 500 અને 2000 રૂપિયાના ઘણા બંડલ મળી આવ્યા છે. અત્યાર સુધી મળતી માહિતી અનુસાર ખાટલા નીચેથી સાત કરોડની નોટની ગડ્ડીઓ મળી છે. 

ED Raid: Kolkata માં ખાટલા નીચે સંતાડેલા 7 કરોડ રૂપિયા પકડી ED એ 'પથારી ફેરવી દીધી'

ED Raid in Kolkata: પશ્વિમ બંગાળ (West Bengal) ની રાજધાની કલકત્તામાં ઇડી ફરી એકવાર એક્શનમાં જોવા મળી છે .આજે ઇડીએ કલકત્તા શહેરના ઘણા વિસ્તારોમાં રેડ પાડી. ઇડી ટુકડીઓમાં વહેંચાઇ ગઇ ત્યારબાદ શહેરના અલગ અલગ ખૂણામાં રેડ શરૂ કરી. આ અભિયાનમાં ઇડીએ 7 કરોડ રૂપિયાથી વધુ કેસ મળી આવી છે. 

fallbacks

7 કરોડથી વધુ કેશ મળી
જાણકારી અનુસાર ઇડીના અધિકારીઓએ ગાર્ડન રીચ વિસ્તારમાં એક ટ્રાંસપોર્ટ વેપારી આમિર ખાન નામના એક વ્યક્તિના ઘરે રેડ પાડી. ઇડી ઓફિસરને ખાટલા નીચેથી પ્લાસ્ટિકના પેકેટમાં લપેટેલી 500 અને 2000 રૂપિયાના ઘણા બંડલ મળી આવ્યા છે. અત્યાર સુધી મળતી માહિતી અનુસાર ખાટલા નીચેથી સાત કરોડની નોટની ગડ્ડીઓ મળી છે. 

Traffic Rules: શું ઇયરફોન લગાવીને કાર-બાઇક ચલાવો તો દંડ થાય? જાણો શું કહે છે નિયમ

મોબાઇલ ગેમિંગ એપ વડે છેતરપિંડી સાથે જોડાયેલી છે ઘટના
કહેવામાં આવી રહ્યું ચેહ કે ઇડીએ આ રેડ મોબાઇલ ગેમિંગ એપ વડે છેતરપિંડીના મામલે ઇડીએ મોટી કાર્યવાહી કરી. ઇડીએ કલકત્તામાં 6 જગ્યાઓ પર રેડમાં 7 કરોડથી વધુ કેસ મળી આવી છે. ઇડીએ આ જગ્યાઓ પર રેડ કરી તેમાંથી ન્યૂ ટાઉન, એકબેલ્લોર, પાર્ક સ્ટ્રીટ અને ગાર્ડન રીચ સામેલ છે. 

મંત્રી મલય ઘટકના અડ્ડાઓ પર પડી હતી રેડ
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સીબીઆઇએ કરોડો રૂપિયાના કોલસા તસ્કરી કૌભાંડના મુદ્દે પશ્વિમ બંગાળના કાયદા મંત્રી મલય ઘટકના કલકત્તા અને આસનસોલ સ્થિત ઘણા આવાસો પર રેડ કરી અને તલાશી અભિયાન ચલાવ્યું હતું. તો બીજી તરફ ઇડીએ પણ કોલસા કૌભાંડમાં ઘટકને પૂછપરછ માટે ઘણીવાર બોલાવ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More