Home> India
Advertisement
Prev
Next

West Bengal Election 2021: મતદાન પહેલા TMC ઓફિસમાં બ્લાસ્ટ, BJP એ કહ્યું- અંદર બનાવવામાં આવી રહ્યો હતો બોમ્બ

પશ્ચિમ બંગાળમાં શનિવારના પહેલા તબક્કાની ચૂંટણીનું (West Bengal Election 2021) માટે વોટિંગ થશે. આ પહેલા ત્યાં હિંસાની મોટી ઘટના બની છે

West Bengal Election 2021: મતદાન પહેલા TMC ઓફિસમાં બ્લાસ્ટ, BJP એ કહ્યું- અંદર બનાવવામાં આવી રહ્યો હતો બોમ્બ

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં શનિવારના પહેલા તબક્કાની ચૂંટણીનું (West Bengal Election 2021) માટે વોટિંગ થશે. આ પહેલા ત્યાં હિંસાની મોટી ઘટના બની છે.

fallbacks

બોમ્બ બ્લાસ્ટમાં TMC ના 3 કાર્યકર્તા ઘાયલ
પહેલા તબક્કાની ચૂંટણીના એક દિવસ પહેલા તૃણમૂલ કોંગ્રેસના (TMC) બાંકુરામાં બનેલા કાર્યાલયમાં બોમ્બ બ્લાસ્ટ (Bomb Blast) થયો. બાંકુરાના જોયપુરમાં બનેલા ટીએમસી પાર્ટીના કાર્યાલયમાં બોમ્બ બ્લાસ્ટ થવાથી સનસની ફેલાઈ ગઈ છે. આ ઘટનામાં ત્રણ લોકો ઘયાલ થયા છે. તેમને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. પાર્ટીએ આ બ્લાસ્ટ માટે ભાજપ પર આરોપ લગાવ્યો છે.

આ પણ વાંચો:- છેલ્લા સાત દિવસમાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ નોંધાયા, અત્યાર સુધીમાં 1.18 કરોડ સંક્રમિત

TMC એ ભાજપ પર લગાવ્યો આરોપ
TMC એ ભાજપ પર આ બ્લાસ્ટનો આરોપ લગાવ્યો છે. પાર્ટીનો આરોપ છે કે ભાજપે તેના કાર્યકર્તાઓને ધમકાવવા બોમ્બ વિસ્ફોટ કર્યો હતો. તે જ સમયે ભાજપે વિસ્ફોટની ટીકા કરી છે, તેને TMC નું કાવતરું ગણાવ્યું છે. પક્ષનો દાવો છે કે જ્યારે તૃણમૂલ કોંગ્રેસની ઓફિસમાં બોમ્બ બનાવવામાં આવી રહ્યા હતા ત્યારે આ બ્લાસ્ટ થયો હતો. આ ઘટના બાદથી વિસ્તારમાં તનાવ વધ્યો છે. ચૂંટણી પહેલા હિંસા વધવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને આ વિસ્તારમાં પોલીસ અને સેન્ટ્રલ અર્ધલશ્કરી દળોની તહેનાત વધારી દેવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More