Home> India
Advertisement
Prev
Next

West Bengal: ઉત્તર 24 પરગણામાં BJP કાર્યકરના માતાનું મોત, TMC પર છે પીટાઈનો આરોપ

પશ્ચિમ બંગાળ (West Bengal) ના ઉત્તર 24 પરગણામાં ભારતીય જનતા પાર્ટી (BJP) ના કાર્યકરની વૃદ્ધ માતાનું નિધન થયું. મૃતક શોવા મજૂમદાર 85 વર્ષના હતા. એક મહિના પહેલા આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. તે સમયે ભાજપે તૃણમૂલ કાર્યકરો પર ઘરમાં ઘૂસીને મારપીટ કરવાનો આરોપ લગાવ્યો હતો. 

West Bengal: ઉત્તર 24 પરગણામાં BJP કાર્યકરના માતાનું મોત, TMC પર છે પીટાઈનો આરોપ

કોલકાતા: પશ્ચિમ બંગાળ (West Bengal) ના ઉત્તર 24 પરગણામાં ભારતીય જનતા પાર્ટી (BJP) ના કાર્યકરની વૃદ્ધ માતાનું નિધન થયું. મૃતક શોવા મજૂમદાર 85 વર્ષના હતા. એક મહિના પહેલા આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. તે સમયે ભાજપે તૃણમૂલ કાર્યકરો પર ઘરમાં ઘૂસીને મારપીટ કરવાનો આરોપ લગાવ્યો હતો. 

fallbacks

ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah)  પણ મૃતક મહિલાને શ્રદ્ધાંજલિ આપી છે. શાહે કહ્યું કે પરિવારનું દર્દ અને ઘા લાંબા સમય સુધી મમતા દીદીને પરેશાન કરશે. તેમણે કહ્યું કે બંગાળ હિંસામુક્ત અને મહિલાઓ માટે સુરક્ષિત સમાજ માટે સંઘર્ષ કરશે. 

અમિત શાહ ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ કહ્યું કે ઈશ્વર, વૃદ્ધ માતા શોભા મજૂમદારજીના આત્માને શાંતિ આપે. પુત્ર ગોપાલ મજૂમદાર ભાજપ કાર્યકર  હોવાના કારણે તેમણે પોતાનો જીવ ગુમાવવો પડ્યો. તેમના બલિદાનને હંમેશા યાદ કરાશે. તેઓ પણ બંગાળના માતા હતા, બંગાળની પુત્રી હતા. ભાજપ હંમેશા માતા અને દીકરીની સુરક્ષા માટે લડતો રહેશે. 

પાર્ટીના બે મોટા નેતા ઉપરાંત ભાજપ આઈટી સેલના હેડ અમિત માલવિયે પણ આ મામલે ટ્વીટ કરી. તેમણે લખ્યું કે હાલમાં જ હુમલાનો ભોગ બનેલા 85 વર્ષના શોવા મજૂમદારનું મોત થયું છે. માલવિયે લખ્યું કે 'બંગાળની આ પુત્રી, કોઈની માતા, કોઈની બહેન...નું મોત થઈ ચૂક્યું છે. ટીએમસી કેડરો દ્વારા તેમની સાથે ક્રુરતા આચરવામાં આવી પરંતુ મમતા બેનર્જીને તેમના પર દયા ન આવી. તેમણે પોતાની ટ્વીટમાં લખ્યું કે હવે તેમના પરિવારના ઘાવને કોણ ઠીક કરશે? ટીએમસીની હિંસાની રાજનીતિએ બંગાળના આત્માને ઈજા પહોંચાડી છે.'

fallbacks

ટીએમસીએ આરોપ ફગાવ્યા
આ બાજુ તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સૌગતા રોયે પીટાઈના કારણે મોત થયું હોવાની વાતને ફગાવી છે. તેમણે કહ્યું કે 'એક મહિના પહેલા ભાજપના કાર્યકર ગોપાલ મજૂમદારના ઘર સામે જ તેમનો તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો સાથે ઝગડો થયો હતો. આ દરમિયાન ગોપાલ પડી ગયા અને તેમની માતાને લાગ્યું કે પુત્ર પર હુમલો થયો છે. એથી કરીને તેઓ પણ પડી ગયા. તેમને પહેલેથી કોઈ બીમારી હતી. તેમના મોતથી અમને બધાને દુખ છે પરંતુ તેનો તે ઝગડા સાથે કોઈ લેવાદેવા નથી.'

શું છે સમગ્ર મામલો?
ઉત્તર 24 પરગણા જિલ્લાના નિમટામાં ભાજપના કાર્યકર ગોપાલ મજૂમદાર અને તેમની 85 વર્ષના માતા શોવા મજૂમદાર પર બદમાશોએ હુમલો કર્યો. શોવાનું કહેવું હતું કે મારા પુત્રની પીટાઈ કરાઈ છે. કારણ કે તે ભાજપ માટે કામ કરે છે, મને બે લોકો દ્વારા ધક્કો પણ મારવામાં આવ્યો. મારા પુત્રના માથે અને હાથ પર ઈજા થઈ છે જ્યારે મને પણ ઈજા થઈ છે. 

શોવા મજૂમદારનું કહેવું હતું કે હું ન તો વાત કરી શકું છું, ન તો સારી રીતે બેસી શકું છું. બદમાશોની સંખ્યા ત્રણથી ચાર હતી અને તેમણે પોતાનો ચહેરો ઢાંકી રાખ્યો હતો. તેમણે મારા પુત્રને કહ્યું કે ચૂપ રહે અને કોઈને પણ એક શબ્દ કહેતો નહીં. અમને માર્યા. કારણ કે મારો પુત્ર ભાજપ સાથે કામ કરે છે. આ બાજુ પોલીસ અધિકારીએ દાવો કર્યો છે કે ભાજપ સમર્થકની માતા પર હુમલો થયો નથી અને તેમનો ચહેરો કોઈ બીમારીના કારણે સૂજી ગયો હતો. 

અધિકારીએ જણાવ્યું કે આ મામલે તપાસ થઈ રહી છે અને આ ઘટના માટે જવાબદાર લોકોની હજુ ઓળખ થઈ શકી નથી. કારણ કે તેઓ માસ્ક પહેરીને  આવ્યા હતા. તેમણે કહ્યું કે આ ઘટનાની રાજનીતિક હરિફાઈ, અને કૌટુંબિક વિવાદ સહિત તમામ પહેલુંઓની તપાસ થઈ રહી છે. 

PICS: CM એ કિચડવાળા રસ્તે ગાડી ચલાવી, જવાનો સાથે જીપને માર્યો ધક્કો, પહોંચ્યા લોકોની સમસ્યા જાણવા

 

Corona Update: ધુળેટીના દિવસે ફૂટ્યો 'કોરોના બોમ્બ', મહારાષ્ટ્ર-ગુજરાત સહિત આ 8 રાજ્યોમાં સ્થિતિ ચિંતાજનક

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More