Home> India
Advertisement
Prev
Next

West Bengal Election: પાંચમાં તબક્કા માટે આજે થશે મતદાન, સુરક્ષાનો કડક બંદોબસ્ત

પશ્ચિમ બંગાળમાં આજે પાંચમા તબક્કાનું મતદાન (West Bengal Voting) યોજાશે. 6 જિલ્લાની કુલ 45 બેઠકો પર મતદાન થશે. આ સમય દરમિયાન, સુરક્ષાનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દરમિયાન છઠ્ઠા તબક્કાના ચૂંટણી પ્રચારને વેગ મળ્યો છે

West Bengal Election: પાંચમાં તબક્કા માટે આજે થશે મતદાન, સુરક્ષાનો કડક બંદોબસ્ત

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં આજે પાંચમા તબક્કાનું મતદાન (West Bengal Voting) યોજાશે. 6 જિલ્લાની કુલ 45 બેઠકો પર મતદાન થશે. આ સમય દરમિયાન, સુરક્ષાનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દરમિયાન છઠ્ઠા તબક્કાના ચૂંટણી પ્રચારને વેગ મળ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) અને ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) આજે અનેક રેલીઓ યોજવાના છે. આજે યોજાનારી પાંચમી તબક્કાની ચૂંટણી (West Bengal Election) ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે. આ તબક્કામાં કુલ 342 ઉમેદવારોના ભાવિનો નિર્ણય લેવાનો છે.

fallbacks

BJP દ્વારા ઘણી બેઠકો જીતવાની સંભાવના
બંગાળ વિધાનસભાની પાંચમી ચુંટણી (West Bengal Election) ઉત્તર 24 પરગણાના 16 મતવિસ્તારમાં, પૂર્વ બર્ધમાન અને નદિયામાં આઠ, જાલપાઇગુડીમાં સાત, દાર્જીલિંગમાં પાંચ અને કાલિમપોંગ જિલ્લાની એક વિધાનસભા બેઠક યોજાશે. અત્યાર સુધીમાં રાજ્યની 294 બેઠકોમાંથી 135 બેઠકો પર મતદાન યોજાયું છે અને હવે બાકીની 159 બેઠકો ત્રણ તબક્કામાં યોજાવાની છે. જો તમે 2019 લોકસભાની ચૂંટણીમાં મળેલી જીતનાં ડેટાનું વિશ્લેષણ કરો તો 6 જિલ્લાની આ 45 બેઠકોમાંથી મમતા બેનર્જીની પાર્ટી ટીએમસી 23 બેઠકો જીતી શકે, તો ભાજપ 22 બેઠકો જીતી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More